SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૫ ખની વૃદ્ધિ થાય છે અને ભંડારમાં લક્ષ્મી અખંડ રહે છે. તેમજ જે કાળી ચિત્રાવેલી હોય તે હે રાજન? કાળી ચિત્રાવેલી, પારસપાષાણ, ચિંતામણી રત્ન, કામકંભ, કલ્પવૃક્ષ, કામધેનુ નરમાદામોતીનું જોડુ, રસકંપિકાને રસ અને દેવ સંબંધી શંખ એ વસ્તુઓ દુઃખે કરીને પામવા યોગ્ય છે. તે માટે તેના ઘેરથી તમારે ગ્રહણ કરવી યોગ્ય છે. કેમકે ભૂમિ થકી ઉત્પન્ન થએલું રત્ન તેને અધિકારી રાજાજ હોય છે, વળી જે તમારી ઈચ્છા ગ્રહણ કરવાની ન હોય તે પણ એક વખતે તેને જોવી પણ જોઈએ.” સમય સૂચકના જાણ એ ગુગપ્રધાને અવસરને ઉચિત એવું કથન કરી રાજાને લોભ સાગરમાં તણાતે કર્યો , હુ પ્રથમથી જ એ વસ્તુમાં લેભાયેલ છું, ને વળી તમારી વાણીવડે કરીને તેને વધારે લોભ થ છે, કેમકે અગ્નિ સ્વાભાવિક રીતે પણ જાજ્વલ્યમાન હોય છે, તેને પવન વડે પ્રેરણું કરવામાં આવે, ત્યાં શું કહેવું! કહ્યું છે કે अग्नि विशो यमो राजा समुद्र उदर रह। सप्तौसानि न पूर्यन्ते पूर्वमानानि नित्यशः ભાવાર્થઅગ્નિ, બ્રાહ્મણ, યમ, રાજા, સમુદ્ર, પેટ અને ઘર એ સાત વસ્તુ નિરતર પૂરતાં છતાં પણ પૂરાતી નથી. માટે તેને બેલાવી પૂછી જોઈશું” એમ કહીને તેને વિસર્જન કર્યો. પ્રાત:કાલની રમણીય પવનની શિતલ લહરી રાજાના હદયમાં અનેક પ્રકારની આશાની ઉમને ઉત્પન્ન કરે છે, શાંત અને શિતળ પવનના ઉપચારથી નિર્મળ મગજવાળે રાજા પેથડકુમારને બેલાવી પૂછવા લાગે કે મંત્રીશ્વર ? “તમારે માટે ઘણા લેકે આવા પ્રકરની વાત કરે છે તે સાચી છે કે ખોટી છે.” હે રાજન ! “લકે કામકુંભની વાત કરે છે તે ખોટી છે, પરંતુ મારે ઘેર ઘીને ઘડે છે તેની નીચે ઊંઢાણીના આકારમાં કાળી ચિત્રાવેલી છે.” પ્રધાને સત્યવાત જણાવી દીધી. ત્યારે રાજાએ તે ચિત્રાવેલી જેવાને માટે મંગાવી, પેથડકુભાર ઘડા સહીત ઉપાડી મંગાવી ચિત્રાવેલી રાજાને બતાવતો હતો,
SR No.032335
Book TitleMandavgadhno Mantri Pethad Kumar
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherMohanlal Maganbhai Zaveri
Publication Year1914
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy