SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩ પ્રકરણ ૧૩ મું vk “ દુર્જનની દુર્જનતા ’ (6 ભુંડા માણસથી ભાગીયે, ન દઈએ દીલની વાત. કાંતે છેતરી શર પડે, કાં ઘરમાં આણે ધાત. 33 મેં “પેથડકુમારના ગુણા સર્વ પ્રકારે સૃષ્ટિ મંડળની ચારે તર ફેલાયેલા છે, તેની કીર્તિ રડા જ્યાં ત્યાં નિડરેપણે સ્ખલના રહીત પરિભ્રમણ કર્યાં કરે છે. હા! તે મારા કરતાં પણ વધી ગયા ? અત્યાર તે રાજાને માનિતા થઇ પડયા છે. રાજા તેનેજ આંખે જોઇ શકે છે. અરે ! રાજાને માનિતા એવા જે હુ તે અત્યારે તેની આગળ તૃણ સરખા હલકા થઇ ગયા છું. ક્રાઇ પશુ ઉપાયે પેથડકુમારને હલકા પાડી અપમાન કરાવુ, તેાજ મારા જીવને હવે ઠંડક વળે. તેને દેખીને મારૂ શૂન્યકાર થએલું હૃદય ભડક લડક સળગ્યા કરે છે. અરેરે ! જ્યારથી દિગંતરમાં પ્રસરેલી તેની કીર્તિ રંડાને મેં સાંભલી છે, ત્યારથી મને ખાવું કે પીવું કાંઈપણ ભાવતુંજ નથી. શું મારા કરતાં તે વધી જાય ! ના! તેમ નહિ થવું જોઇએ ? કાઇ પણ ઉપાયે હુ તે કટકને દૂર કરીશ. ગમે તેમ કરી તેનું રાજા પાસેથી અપમાન કરાવીશ પણ હવે તેને સુખે જંપવા દઈસ નહિ. જો હું એને કાઇ પણ પ્રકારે હરકત ન કરૂ તે! મારૂં નામ ગુગ મારા માતાપિતાએ પાડતાં ભૂલ કરી છે એમ હું સમજીશ. અરે ! જુએ તેા ખરા ! રાજ્યના સર્વ અધિકારી મડળમાં હું માટે અને જીને પ્રધાન છુ, તથાપિ આ પેથડકુમારના આવતાં કરીને હવે મારે। હિસાબજ નથી. અરે ! જગતમાં કે ન્યાય છે કે આજ કાલના નવીન પેયડકુમાર ફાવી ગયા, અને ક્રોડે!ની સંપદાના માલેક થયે!, એટલુજ નહિ પણ માંડવગઢ અને ઇતર પ્રજા તેને રાજા કરતાં
SR No.032335
Book TitleMandavgadhno Mantri Pethad Kumar
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherMohanlal Maganbhai Zaveri
Publication Year1914
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy