SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ અહા ? એકસોને આઠ બુદ્ધિને ધારણ કરનાર પ્રતિવાસુદેવ રાવણરાયને પણ લંકાના વિનાશકાળને અવસરે એક પણ સુબુિદ્ધિ સાંભળી નહિ. માટે દેવની પ્રબળતા આગળ રામ, રાવણ અને કૃષ્ણ સરખા પણ રાંક જેવા છે, નળરાજાને દુત રમાડવામાં કોઈપણ કારણ હોય તે તે હે દુર્દેવ! તું ને તું જ છે. યુધિષ્ઠિર જેવા ધર્મરાજાની સત્યવતી બુદ્ધિને પણ તેજ ફેરવી નાખી તેને ધુત રમાડવામાં પ્રીતિ કરાવી તેમને પાયમાલ કરી નાખ્યા. રાવણ સરખા પ્રખ્યાત નરવીરને પણ હે દુર્દેવ ? તેજ નાશ કરાવ્યો. હા ? તારા સપાટામાં સપ-ડાયેલાને તું સારી રીતે ક્યાં પસાર થવા દે છે ? અરેરે! મેટા લેકેનું પણ તારી આગળ કાંઈ ચાલતું નથી. તારાથી હતાશ થએલા સર્વ કોઈ તારે માટે દુઃખથી હાથ ઘસતા થકા અયુનાં બે બિંદુઓ સરકાવી તારી પ્રાયે ધિક્કારની લાગણીઓ દર્શાવે છે, તારી પ્રબળ સત્તાથી સર્વ કોઈ દીન સરખા બની ગયા છે. કહ્યું પણ છે કે -- ઇંદ્ર ચંદ્ર ચક્રીને, ગ્રહની ગતિ આધિન છે, દૈવની ન્યારી કળા, જ્યાં સકળ પ્રાણી દીન છે, - આશા અને પમ વેલડી, પળવારમાં છુંદાય છે; જીવન રૂપી નકાખરે, સાગરમાંહે લુંટાય છે” ખેર ? બનવાનું તે બની ગયું છે. હવે આપણો કોઈ ઉપાય નથી. રાજા પુત્રને શું કરે છે તે જોવા દે. પાણી પીધા પછી ક્યાં ઘર પૂછવાને જઈએ ? જેમ દૈવની મરજી હશે તેમ બનશે. આપણું ધાર્યું કાંઈ બનવાનું નથી. ઈત્યાદિક વિચારમાં ગરકાવ થએલા પેથડ. ની આંખને રાજાની ક્રોધથી નિકળતી ગર્જનાએ ચમકાવી. ઝાંઝણ કુમારને બેસવા જ રાજા તેને નિર્ભય દેખીને વિ. ચારમાં પડી ગયે, આહા ? આ તરૂણકુમાર કે નિર્ભય દેખાય છે અરે ? ક્રોધથી રક્ત થએલું મારું વદન જોઈને તેને લગાર ભય ઉપજ્યો હોય એમ જણાતું નથી. માસ પલકારા માત્રથી સર્વ કોઈ વાહ પિકારી જાય છે. મારી રક્ત આંખથી સુભટે પણ બિચારા ત્યાંને ત્યાંજ ઠરી જાય છે. ત્યારે આ સિંહના બાળક સરખો કે નિર્ભયપણે ઉો છે. આ કુમાર ખરેખર સાહસિક પુરૂષોમાં અગ્રણી છે, અને ચતુરમાં શિરોમણું સરખો જણાય છે ? કેમકે જેણે મારી લેશ પણ
SR No.032335
Book TitleMandavgadhno Mantri Pethad Kumar
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherMohanlal Maganbhai Zaveri
Publication Year1914
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy