SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ આપી પાછળથી તેણીના હજારો શ્રાપ વડે કરીને તે પિવાય છે, તેમ બાળકને પણ નહિ ભણાવનારાં માતા પિતા તેના હજારો તિરસ્કારથી જગતમાં હલકાં થાય છે. કેમકે વિધા તે માણસનું ભૂષણ છે. કહયું છે કે સેરઠે, વિદ્યા દેવી સાર, જીવતર જગ શોભાવશે; - પામે જે કોઈ પાર, આલમ સવી ઝળકાવશે. ગમે તેવા રૂપગુણે કરીને યુક્ત હોય વનપણાની સુંદરતાએ કરીને મદનમુર્તિ સરખે હય, વળી વિશાળફળમાં ઉત્પન્ન થએલો હોય, પરંતુ વિદ્યાવડ રહીત હોય તો તે, સુગંધ વગરના કેશુડાનાં પુષ્પની જેમ શોભાને પામતે નથી, માટે જ પુત્રને ભણાવવો જેઈએ. ઇત્યાદિક દીર્ઘદ્રષ્ટિપૂર્વક વિચાર કરીને ભણવાને માટે મુકેલ ઝાંઝણકુમાર અનુક્રમે સકળ શાસ્ત્રનો પારંગામી થયો. ત્યારપછી નાના પ્રકારનાં સુખોને ભોગવતો અને વિવિધ પ્રકારનાં સુખોનો અનુભવ કરતો વિવિધ પ્રકારની વિનોદ પૂર્વક ક્રિીડા કરતો ઝાંઝણકુમાર પિતાના દિવસે પાણીના પ્રવાહની માફક પસાર કરવા લાગ્યો. - પ્રભાતની રમણીય દશ્ય લીલા જગતને અનેક પ્રકારને આનંદમાં ગરક કરી શાંતમય બનાવી દીધું છે. સૂર્યનાં કિરણોએ ધીમે ધીમે જગત ઉપર પોતાનો પ્રભાવ પાડી જગતને અંધકારના પડદામાંથી મુક્ત કર્યું છે. મનુષ્ય ધારે છે કંઇ ત્યારે દેવ તેને કે એ ઘાટ ઘડવા માંડે છે. દેવની સત્તા આગળ ઈદ્ર ચંદ્ર અને ચક્રી સરખાનું પણ ચાલતું નથી. તે પામર એવા માણસની શી ગુંજાસ રાખી શકાય ! આજે છઠનો દિવસ ઘણો કઠોર નિવડે છે, પાંચમને ઉપવાસ કરી અત્યારે વિમલથી પારણુ કરવાને અમૃત સરખી મધુર ક્ષીરનું ભજન કરતી બેઠી છે. અત્યારે તેણે અનેક પ્રકારે મનમાં ભાવના ભાવે છે કે અરે ! તપ પણ કોઈ પ્રકારની ઈચ્છા થી રહીત કરવામાં આવે તો નિર્જરાને અર્થે થાય છે, કેમકે ઇંદ્રિય અને કષાયને જય કરે, ભગવાનની પૂજા કરવી, ઉપવાસ કરવો, શિયલ પાળવું, એ સર્વ ઇચ્છા વગર હોય તે જ કર્મ ક્ષયને અર્થે થાય છે, પરંતુ કીર્તિને માટે તપ કરે. તેમજ ઈર્ષાવડે કરીને તપ કરવામાં આવે, પૂજાવાને માટે તપ કરે, આદર સન્માનને માટે
SR No.032335
Book TitleMandavgadhno Mantri Pethad Kumar
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherMohanlal Maganbhai Zaveri
Publication Year1914
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy