SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ પિષધશાળા કરાવીને એ તરફ સુવર્ણનાં પતરાં જડાવીશ, "દેદાશાહ ટુંકામાં પતાવતા હવા. હે ગુણવાન ! “તું આ પ્રકારનો આગ્રહ મુકી દે, કેમકે ઘણા કષ્ટમય એવી ધર્મશાળા આ કાલમાં થઈ શક્તી નથી તો સુવર્ણની તે કેવી રીતે બની શકશે !” એવી રીતે ગુરૂમહારાજે તેને નિવારવા માટે પ્રયત્ન કર્યો. ગુરૂમહારાજે ઘણુ સમજાવ્યું. તથાપિ પિતાના વિચારમાં - કમપણે રહેલા દેદાશાહે શ્રી સંઘની આજ્ઞા વડે પોતાના ભત્રીજાને ધર્મશાળા કરાવવાને હુકમ આપી તેનો પ્રારંભ કર્યો. એવા અવસરને વિશે તે નગરમાં દશહજાર પિઠીયાવડે ત્રણસેને સાઠ કરીયાણાં ભરીને કોઈ સાર્થવાહ ફરતે ફરતે ત્યાં આવી ચડયો. આ દક્ષીણુદેશ પૂર્ણ રસાળ છે, ફળદ્રુપ છે, ભોગી છે, તેમજ વૈિભવવડે કરીને પૂર્ણ આબાદીવાળો છે એવું જાણીને સાર્થવાહ સાડી પચ્ચાસ પિઠીયા ઉત્તમ કેશરની પણ સાથે લેતો આવ્યો છે. . ત્યાં આવતાં અલ્પસમયમાં તેનાં સર્વ કરીયાણ તે વેચાઈ ગયાં, પરંતુ કેશરના સાડીપભ્યાસ પિઠીયામાંથી એક પણ વેચાય નહિ; કેમકે તેની કિમત ઘણી છે, તેથી લોકો તેને કેવી રીતે ખરીદ કરી શકે ? ને થોડું થોડું તો વેચવાની તેને જરૂર નથી, તેથી તેના કેશરનું અહીં કોઈ ઘરાક થયું નહિ ત્યારે તે સાર્થવાહ વગેરે લેકે તે નગરની નિંદા કરવા લાગ્યા. અને વારંવાર નગરીને ઓળંભા દેવા લાગ્યા. અરે ! આ નગરીના લોકો તો બહારથી આડંબરના ભરેલા છે. ખોટાં સોનાનાં આભરણ પહેરનારા છે, ને વળી બહારથી તો આડંબર ઘણો જ બતાવે છે કે કોઈ પણ માણસ આ નગરમાં કરીયાણ ભરીને આવે છે તે તેનાં કરીયાણાં સમુદ્રમાં સાવવાની માફક તણાઈ જાય છે, અર્થાત સર્વ કરીયાણાં ખપી જાય છે, કેમકે આ નગરી એવી રીતે ખોટી પ્રસિદ્ધીને પામેલી છે, એવું બોલનારા લોકોનાં મુખ કોણ બાંધી રાખી અરેરે! લગાર ધ્યાન આપો કે વાયુને ભક્ષણ કરનાર સપને કાન હોતા નથી છતાં પણ કવિ લે તેને કુંડલી કહીને બોલાવે છે, તેવી રીતે લેકે કહે છે કે સર્વ કરીયાણું અહીં વિચાઈ જાય છે, પરંતુ અમારૂં કેશર તે ખપતું નથી. લોકોની આ તે કેવી વાત કહોવાય કે આવી રીતે છતાં વ્યર્થ ખાટી પ્રશંસાજ કર્યા કરે છે, ઇત્યાદિક નગરની નિંદાને સાર્થવાહના મુખથી નગરમાં પ્રવેશ કરતો
SR No.032335
Book TitleMandavgadhno Mantri Pethad Kumar
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherMohanlal Maganbhai Zaveri
Publication Year1914
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy