SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ એવાં વાર લાગી રહયાં છે, જેની ચારે બાજુ બે મોટા મોટા વ્યવહારીયાઓના હજારો તંબુઓ આવેલા છે,તથા બહાર આજુબાજુએ રક્ષણ માટે ચોકીદારના તંબુઓ જણાયા કરે છે. સંધવીની આજ્ઞા થકી દ્વારપાળે જેને અંદર જવાને હુકમ આપ્યો છે એ ભાટ આશ્ચર્ય પામતો થકે પ્રધાન પાસે આવતો હ. ત્યાં આવીને ચિંતા સહીત તે ઉભો રહે. તેને ચિંતા સહીત શેકાક્રતિમાં સ્થીર પાષાણુવત ઉભેલ જેઈને બધાને તેની ચિંતાનું કારણ પૂછયું, ત્યારે તે પ્રધાનની આગળ પિતાની અંતરની ઉર્મિને બહાર પાડવા લાગે કે “હે દેવ ! કેટ પ્રમુખની નિર્મળ લક્ષ્મી વડે કરીને દેવલોકના જેવા અને હાથે ગ્રહણ કરવા લાયક એવા માંડવગઢ નામા નગરના ઉચ્ચ શિખરોએ કરીને ગર્જના કરતી જેની કીર્તિ છે એવા તમારા પિતા દુર્જય ગુજરાત દેશની લક્ષ્મી છતવને માળવામાં આવેલા છે તો તે પ્રધાનને શેની ઉપમા આપીશું! તેના વિચારમાં હું ઉભો છું.” ભાટની આવા પ્રકારની વાણી સાંભળીને તુષ્ટમાન થએલે પ. ધાને તેને ધણું ધન આપતે હવે, સોનાની સાંકળ, વિસણાં, અને પાથરણાં સહિત ઘડાઓમાં અગ્રણીભૂત એવો એક મહા મુશ્યવાન અથ આપ્યો. પ્રધાનના આ પ્રકારના ઉદાર દિલથી ભાટ અત્યંત પ્રમુદિત થયો, તેનું દારિદ્રય દૂર ગયું. પિતાને આશા હતી તે કરતાં પણ તેને ધન ઘણું મળેલું છે. પ્રધાન આટલુ બધુ આપશે એવી તેને સ્વપ્ન પણ ખાતરી નહતી, કેમકે તેઓને ઘણી ઈચ્છા હોતી નથી, બ્રાહ્મણે જેમ લાડુથી સંતોષ માને છે તેમ ઘણું મળવાથી તેમને સંતોષ થાય પ્રધાનનો આવી અને અણધારી ભેટથી ભટ અંતરમાં તેને અતિશય આશિષ દેવા લાગ્યા, અનેક પ્રકારે તેના ગુણ ગાવા લાગ્યો. પ્રધાનના આપેલા અશ્વ ઉપર અધાર થઈને તે રાજા પાસે વાને થયે, રસ્તામાં અનેક પ્રકારના વિચાર કરતો અને પ્રધાનના દ્રવ્ય સંકલન કરતો થો અને તેની ઉદારતાથી અંજાઈ ગયેલો ભાટ અનેક પ્રકારના તરંગોમાં લીન થયે થકે રાજા પાસે આવ્યા.
SR No.032335
Book TitleMandavgadhno Mantri Pethad Kumar
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherMohanlal Maganbhai Zaveri
Publication Year1914
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy