SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ - ૨૩૩ સંધનું બહુમાન કર્યો થકે પુન્ય થાય છે. વળી તિર્થ યાત્રાને વિશે થીર મન કરવાથી સઘને શું લાભ નથી થતું ! અર્થાત સર્વ પ્રકારને લાભ થાય છે. ધીમે ધીમે વૃદ્ધિગત થતે ચંદ્ર પખવાડીઆને અંતે એટલે પુર્ણિમાને રોજ શું નથી શોભતો ! જે પુર સિદ્ધાચળની યાત્રા કરવાની ઇચ્છાથી શુદ્ધ ભાવવડે યાત્રા કરે છે. તે ઘી સહીત ભજનની માફક ઇચ્છિતને મેળવે છે. વળી આભુ સંધવી પ્રધાનની સાથે બીજીવાર પર્વત ઉપર થડતા હતા. સમગ્ર પ્રકારે સ્નાત્ર પૂજા વગેરે કરીને દેરાઓને વિશે, નાની નાની દેરીઓને વિશે, નાના મોટા વૃક્ષોને વિશે, તેમજ શિખરોને વિશે એમ સેંકડો ગમે ઠેકાણે ધજાઓ બાંધતા હવા. વળી આ તિર્થ સંસાર રૂપી સમુદ્ર થકી તરવાને એક મોટા ઝાઝ સરખું છે. સકળ સંઘના લોકો રૂપાનાણુના મુલ્ય વડે ગ્રહણ કરેલાં પુષ્પોથી પર્વતની ભૂમિને પુજતા હવા. એવી રીતે ઘણું ભકની કરીને સકળ સંધની સાથે બને સંધવીએ નીચે ઉતરતા હવા. અને અનેક પ્રકારની ભોજનની સામગ્રી વડે કરીને આભુ સંઘતી ઝાંઝણકુમાર મંત્રીને ભોજન કરાવતો હ. આભુ સંધવીની ઉદારતાથી તથા તેના ખર્ચથી વિસ્મય પામેલો મંત્રી અંતરમાં પિતાના આત્માને નિંદવા લાગ્યો, “અરર ! હું કાંઈ પણું દ્રવ્યને ખર્ચ કરી શકતો નથી આ આભુ સંધવી વા ઉદાર દિલથી ખરય કરે છે ” ઈ.યાદિક ચિંતા કરતા મિત્રો અને આભુ સંધવી પાંચ છ દિવસ સુધી ડુંગર ફરસવાને માટે ચડતા હતા. અતિ ઉત્કંઠાવાળા ઝાંઝસુકુમાર મંત્રી આદિનાથને નમીને પૂર્વે ચડાવેલી રૂપાની ધજા પ્રત્યે મસ્તકથી આરંભીને દંડ સુધી ધજા બાંધતા હવા. તેમજ રૂપાની ધજાની પાટલીને નીચે તથા ઉપર સેનાની ધજા અને અંદર વસ્ત્રની ધજા એ પ્રકારે ચડાવતા હવા. બાવન દેરીએ કરીને શોભાયમાન એવા નેમિનાથના દેરાસરમાં પણ એ રીતે ધજા બાંધીને ચાલતા થયા, તેમજ ક્ષાદિકને વિશે પંચવણ યુક્ત ધજા ચડાવીને પર્વતના માર્ગ થકી પિતે ચાલ્યા. સંધ પણ તેમની પાછળ પાછળ ચાલતો હતો, તેઓ ડુંગરની
SR No.032335
Book TitleMandavgadhno Mantri Pethad Kumar
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherMohanlal Maganbhai Zaveri
Publication Year1914
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy