SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ રણું" થયો, તેની આંખમાંથી અશ્રુઓ ટપકવા લાગ્યા. અત્યંત નિરાશ થતે તે નિસાસા નાંખવા લાગે, અત્યારે જહાન્નમને રસ્તા અને મેતનાં ભયંકર આકરાં દુઃખો તે પ્રત્યક્ષપણે દેખવા લાગ્યો. મેત તેની પાસે આવીને ઉભું રહ્યું. હવે શું કરવું ? કોઈ પણું એવો રસ્તે તેણે રાખ્યો હતો કે જેથી તેને વિશ્રાંતિ મળે ! ઘણા ખરા ભક્તાને તેણે બેહાલ કર્યા'તા, ઘણી સ્ત્રીઓનાં શિયળ ભંગ કર્યા'તાં, ઘણા લોકોનાં ધનમાલ લુંટી લીધાં'તાં, ઘણા જીવોને ત્રાસ આ તો, ઘણા મુંગા પર નિયપણે જુલમ ગુજાર્યો છે. અનેક પ્રકારના માયા પ્રપંચ અને છળભેદમાં પિતાનું જીવતર ગુમાવ્યુંતુ, તેના પાપને ઘડો પૂર્ણ રીતે ભરાઈ ગયો’તો. આજ સુધીની મેજ એક પલકમાં નાશ પામી ગઈ, આજ સુધીના બહાદૂર બહારવટીયો હવે હતાશ થઈ ગયે, શૂરવીરપણાથી જ્યાં ત્યાં ફોહ મેળવનાર સુજાલ હવે આંખમાંથી પાપના પાશ્ચાતાપરૂ૫ અ પાડવા લાગ્યા. આયુષ્યની જે ઘડી અવશેષ રહી હોય તેટલીવારમાં પાપને પશ્ચાત્તાપ કરીને પ્રભુની માફી માગવી, એટલું જ બની શકે તેવું હતું. તેના સાથી ચોરો તેને હિમત આપવા લાગ્યા. અનેક રીતે તેઓ દિલાસો આપતા, તેના દુઃખમાં ભાગ લેવા લાગ્યા તેની આખર વખત હોવાથી પ્રધાન અને સિંધન પણ તેને દિલાસો આપવાને તેની પાસે આવ્યા'તા. સંઘના બીજા નાના મોટા વ્યવહારીયાઓ પણ આ બહાદુર બહારવટીયાના મરણ પ્રસંગે હાજર થયા હતા, નંબુ માણસોથી સંપૂર્ણ ભરાઈ ગત તથાપિ લેશ માત્ર પશુ ગરબડ જણાતી નહિ; સર્વ કોઈ શાંત પણે બેસી રહ્યુંતું. એટકામાં બહાદુર બહારવટીઆના મુખમાંથી અચાનક પશ્ચાત્તાપથી શબ્દ નિકળી પડયા. ગાયન, કરણ કરશે તેવી ભરશે, પાપી મથી મરશે; કાચની કોઠીમાં પૂર તેઓ, કરમ કયાં નડશે, કાળાં ધેળાં ઘણાં કરીને, મુરખ મકલાશે; લાખોની લાજે લુંટીને, પાપી હરખાશે, કાળાં કામ કરે છે માનવ, અહીંને અહીં ભરશે; આખરે પસ્તાઈને તે, મુઝ માફક મરશે, જારી વિજારી ઘણી કરીને, વિણ મોતે મરશે; ૨ટે નહિ જીન નામને તે, નરક જઈ કરશે,
SR No.032335
Book TitleMandavgadhno Mantri Pethad Kumar
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherMohanlal Maganbhai Zaveri
Publication Year1914
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy