SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ નજીકમાં આવી કેવા જોરથી અને ઉત્સાહથી તે લડે છે ! તેમના બાણોના ભારથી પીડાયેલા આપણા ઘણાખરા સુભટો રણમાં આ ભેટે છે. તેમના મસ્તકે મેદાનમાં તરફડયાં કરે છે. અરેરે ! દુઃખથી કેટલાક કીકીયારી પાડી કાનોને ત્રાસ આપે છે. રૂધિરનાં તળાવ ભરાણાં છે. હા ! મસ્તક કયાં તરફડે છે ત્યારે તેમનાં ધડ કયાં પડયાં છે ! અરર! એક ક્ષણ માત્રમાં કેટલા બધાના પ્રાણ તરફડીયા મારતા ચાલ્યા જાય છે, હા ! દેવ ! એક પલકના અરસામાં તે આ શું કરી નાખ્યું ! અરર ! અલ્પ સમય પહેલાં કેવો ઉત્સાહ આનંદ વ્યાપી રહેલો! શોક, ચિંતા અને દુઃખ કંઈ દિશામાં હતું તેનું ભાન પણ અમને જણાતું નહોતું, તથાપિ દુષ્ટ વિધાતાએ અને ત્યારે કાળો કેર વર્તાવી દીધું છે. ઘણાંકના પ્રાણોનો નાશ કરતાં પણ હજુ દુષ્ટ વિધાતાને પ્તિ થઈ હોય તેમ જણાતું નથી. ખરેખર માણસનું ધાર્યું શું બને છે. દુર્દેવ જ્યાં વિફરે ત્યારે માણસની આશાઓને સત્વર વિલયજ થઈ જાય છે એટલું જ નહિ પણ એક મેટો રાણો તે પલકમાં દેવવશાત રણમાં રખડતો થઈ જાય છે. જે રાવણ રાજાનાં દર્શન પણ એક વખત દુર્લભ હતાં, તેજ રાવપુરાયનાં દશ મસ્તક તથા તેમનાં ધડ દૈવના વિપરીત પણાથી રણસંગ્રામમાં રખડવા લાગ્યાં. તેમના ઉપર કાગડાઓ પોતાની ચાચો મારવા લાગ્યા. અનેક પ્રકારનાં જંગલી દુર પ્રાયો તેમના રૂધિથી તૃપ્ત થવા લાગ્યાં. . કાચા સુતરને તાંતણે, બંધાણીઆ અંદગાની છે.' ઝાંઝવાના નીર જેવી, જુઠી જાણ જુવાની છે; વિચારી રે વડા, પામર અરે ! તું ખરી જશે, અમ્રત કાયા તાઘરી, કર્મ કરી ભાટી થશે ” | હા ? અત્યાર સુધી દુઃખની ખબર પણ નહોતી, તથાપિ સકલ સંધને માથે આ કયા ભવનાં પાપ ઉદય આવ્યાં અરર ! હવે શું થશે! રેખાવૃત, કુસુમ કળી કરમાય, નયનથી નીરજ ઢળીયાં, અંતર અતિ અકળાય, પાપ કયા ભવનાં નડીયાં. ૧ ગોજારો આ દિન, કમેં હા ! કયાંથી લખાશે !
SR No.032335
Book TitleMandavgadhno Mantri Pethad Kumar
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherMohanlal Maganbhai Zaveri
Publication Year1914
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy