SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૭ ભાગને સુંદર કરીને તેણે એ ચળકાટવાળો બનાવ્યો કે તેના સામી કોઈ પણ વસ્તુ મુકી તો તેનું પ્રતિબિંબ તેની અંદર પડી શકે ! પછી દરેકના પડદા દુર કરાવી સર્વની પરીક્ષા કરી ત્યારે દરેક ચિત્રો આ નિર્મળ કરેલી ભીંતમાં પડવા માંડ્યાં. તેથી તે રાજા પાસેથી ઘણું ધન પામતો હો, કેમકે ગુણેના પ્રતિબિંબ કરીને ઉત્તમ સંપ પમાય છે. એક વરસમાં નિયમ વડે કરીને ગુરૂને વારંવાર પુછવા વડે કરીને, ગુરૂની પાસે નવકાર આદિ સુત્રોને જાણવા વડે કરીને મંત્રીશ્વર પેથડકુમાર સુત્ર, અર્થ પ્રમુખને વિચારવામાં એકાગ્ર ચિત્તવાળા થયા, ને પ્રતિક્રમણ કરતાં થતાં તે મનપણું અંગીકાર કરે છે કેમકે સાધુ પુરૂષો માટે એ સામાન્ય નિયમ હોય છે કે પડીલેહણ કરતાં, Úડીલ જતાં, તેમજ પડિકમણુ કરતાં અને માર્ગે ચાલતાં મનપણે રહેવું, એવી રીતે નિરંતર ક્રિીયાને વિશે ઉજમાળ થયા થકા મંત્રી ધર્મ ધ્યાનમાં વિશેષ ઉધમવાળા થયા. મંત્રીશ્વર પેથડકુમાર જેમ ગુરૂ અને દેવ તથા ધર્મની ભક્તિ કરનારા હતા, તેવી જ રીતે તેઓ સાધમિકની ભકિત કરવામાં પણ કુશળ હતા. લાખો ગમે માણસથી વિંટાયેલા હોય તો પણ પોતાના સાધર્મિકને દેખે કે તરત જ ઘડા ઉપરથી નીચે ઉતરી તેને નમસ્કાર કરે, કેમકે જૈન શાસ્ત્રને તે સામાન્ય કાયદે છે કે સાધકિ ઘરના આંગણે આવે કે જે માણસને સ્નેહ ન ઉપજે તે તેના સમ્યકત્વમાં સંદેહ છે એમ સમજવું. વિનયે કરીને યુકત એવી જે ઠકરાઈ હોય તો ગંગાના પાણીના જેવાં નિર્મળ દક્ષિણા વર્ત શંખની માફક તે શોભે છે. એ પ્રમાણે આવી વાણી સાંભબાને સંતોષ ભાવ પામવાથી પેથડકુમાર મંત્રી સાધર્મિકની અત્યંત ભક્તિ કરતા હતા. કેટલાક દિવસો વ્યતિત કરતાં થકાં મંત્રીશ્વરે પિતાનું શરીર ક્ષીણ થએલું જાણ્યું એટલું જ નહિ પણ પોતાને અંતકાળ પાસે આવેલો છે એમ જાણીને પિતે શાંત ચિત્તથી પરમાત્માનું ધ્યાન ધરતા બેઠા. સંસારની અનિત્યતાની વારંવાર ભાવના ભાવવા લાગ્યા, આહા ! “ખરેખર આ કોમળ કાયા કાચના કંપા સરખી છે, પાણીના પરપોટા સમાન છે, પવન ચાર દિવસના ચાંદરણાં જેવું અને નદીના વેગના જેવું ચપળ છે, સંસારના અગાધ પ્રવા
SR No.032335
Book TitleMandavgadhno Mantri Pethad Kumar
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherMohanlal Maganbhai Zaveri
Publication Year1914
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy