SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ણીને કલંક ચડાવી કાઢી મુકી'તી, ત્યારે રાણીએ શ્રી પાર્થનાથની પ્રતિમા સામી રાખી ઇયાન કરી કંઈ પણ જાપ કર્યો તે, તેથી રાણીનું સંકટ તો ગયું તે ગયું, પણ ઉલટું રાજાએ તેણીનું કેટલું બધું સન્માન પણ કર્યું'તું. માટે ખરેખર એ પાશ્વનાથમાં કાંઈ પણ ચમત્કાર જણાય છે, તેના અધિષ્ઠાયક દેવતા બળી આ છે, જેથી ઝટપટ ભકતેની વારે તે દેડી આવે છે. વળી પેથડ કુમાર મંત્રીશ્વર પણ પ્રથમ ઘણી જ ગરીબ હાલતમાં હતા. ધર્મના આરાધનથી જ તેમની ઉચ્ચ સ્થીતિ પ્રાપ્ત થઈ છે, તેઓ એક વખત વાત કરતા'તા કે તેમના પિતા દેવાશાહ પણ એક શુરવીરને છાજે તેવા બહાદુર પુરૂષ હતા, તેમને એક વખત લોહની બેડીઓ પહેરાવી રાજાએ કારાગારમાં પૂર્યા'તા, પણ શ્રી પાર્શ્વનાથ ભગવાનનું હદયથી અત્યંત ભક્તિપુર્વક આરાધના કરવાથી તરત જ તેમની બેડીઓ ભાંગી નીચે પડી ગઈ એટલું જ નહિ પરંતું તેમના અધિષ્ઠાયક દેવે તેમને બંધ નમાંથી મુકત કર્યા, ને ત્યાંથી ઉપાડી તેઓને સ્ત્રીની પાસે મુકી દીધા. રાજાએ પાછળ ઘણી તપાસ કરાવી પણ તેનું કાંઈ વળ્યું નહિં; માટે ખરેખર મારે પણ તેનું જ શરણ છે, તેજ પાર્શ્વનાથ ભગવાન હું અત્યારે આશરો લઈ તેને વિનંતિ કરું કે હે પાર્થરાજ ? હે ત્રિભુવન જગધણ ! તારા શરણુગતનું તું રક્ષણ કર ! જગતમાં તારી કૃતિ આચર્યથી ભરપુર છે. તું નરવર નાયક જગતમાં એક ધુરંધર શિર છત્રરૂપ છે. મારે શું ? હું તે મરવાની અણુ ઉપર છું. મારું જીવન મેં તને જ અર્પણ કરેલું છે, ચહે તે મારો અગર જીવાડો તું સમર્થ દયાળુ છે. હું મરીશ એની મને દરકાર નથી પણ તારો શરણાગત મરશે તેની લાજ તમને છે, જગતમાં મારી ગતિ અગર મારો આશરો તું જ છે, ભક્તની ભીડ ભાગવાને તું તૈયાર થા! તારા જુગટીયા સેવકનું તું રક્ષણ કર ! આજથી હું મારા ઈષ્ટદેવ તને જ માનું છું. કદાચ હું અહીંથી મૃત્યુ પામું, પણ પરભવમાં મને તુજ નાયક મળજે. હે પાર્શ્વચિંતામણે ! તારા ભક્ત ની ભીડ તારા અધિષ્ઠાયક દેવો નહિ ભાગે તે પછી કોણ ભાગશે ! આ ભરણમાંથી જે હું બચીશ તે નિરંતર તારી ભક્તિ કરીશ, મારો જુગારને ધંધે ત્યાગી દઈશ. એટલું જ નહિ પણ દિન પ્રતિદિન અધિક અધિક ધર્મધ્યાનમાં હું સાવધાન થઇશ. તે
SR No.032335
Book TitleMandavgadhno Mantri Pethad Kumar
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherMohanlal Maganbhai Zaveri
Publication Year1914
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy