SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ સોરઠ. “હે મન માંકડરૂ૫, વ્યર્થ ખેદ તું શીદ કરે ભાગ્યા ભડવીર ભૂપ, હારૂં ધોયું કેમ થશે ! ભટકે ભોળાનાથ ખોપરી ઝાલી હાથમાં ભંડું જયારે ભાગ્ય, માનવનો શો આશરે ?” દૈવની પ્રબળ સતામાં ફસાયેલું પામર માનવરૂપી મગતરું શું કરવાને સમર્થ છે ? જગતમાં દેવની પ્રાબળ્યતાથી સહીસલામત રીતે કોણ બચવા પામેલ છે ? છત્રપતિ શ્રેણક નૃપતિ જેવાને પણ કેદખાનામાં રહેવું પડ્યું'તું, એટલું જ નહિ કિંતુ પોતાના હસ્તની અં ગુલીને શોભાવતી એવી અંગુઠીમાં રહેલો પાણીદાર હિરો તેને ચુસીને અકાળે કેદખાનામાં જ તેમને મરવું પડયું હતું. વિજયની કાંક્ષાવાળા પણ લડાઈમાં પરાભવ પામેલા ચેડા મહારાજાને દૈવયોગેજ વાવમાં પડીને પોતાની કોમળ કાયાની આહુતિ આપવી પડતી, એટલું જ નહિ પરંતુ તેમ કરીને પણ પોતાની કીતિ મલીન નહિ કરતાં તેમણે અમર રાખી'તી. પથ્વીરાજ જેવા દીહીના ના શૂરા શહેનશાહનું કેદખાનામાંજ મરણ નીપજ્યુ“તું. અરે ! મારીજ માફક આજ માળવાની ધારા નગરીના પ્રખ્યાત પરમાર વંશીય મુંજ રાજા તેનું આવી રીતે દુષ્ટ તેલ ચાંડાલોને હાથે શું મસ્તક નહેતું કપાવ્યું ! આહ ! ખરેખર મારૂ મરણ તેના જેવું જ ગણાશે, તેને માટે જેમ લેકો નારાજ થયા હતા. તેવી જ રીતે કો મારી પ્રત્યે દિલસોજી બતાવે છે પરંતુ તે એક નરપતિ રાજા હતા, અને હું એક ધનાઢય માલેક તુજાર શેઠીયો પણ જુગારી છું. જગત મને તેની સાથે બીજે નંબર ગણશે. અરે ! હેચેતન ! તારાં કરેલાં કમ તને આ ભવમાંજ ફળ્યાં, જે માણસો કાંઈ પણ ન વિચારતાં હરદિન પાપમાં જ મશગુલ રહે છે, તેને તેનાં કૃત્યો આ ભવમાંજ ભોગવવાં પડે છે, ભલેને પાપી પલકવાર ફાવી જાય, પરંતુ અંતે તે તે મરવાનો જ છે. તેનાં કાળાં કર્મને બદલો લેવાને એક દિવસ તેને જહન્નમની ખાઈમાં જવાનું જ છે. એક જુગારની લતથી મારા બે હાલ થયેલ જગત જઇ રહી છે તે પછી કાળાં ધોળાં કરનારા અને લાખે ની લાજ લુંટનારા તથા કંગાળની થાપણો ઓળવનારા અને દિકરીયોના
SR No.032335
Book TitleMandavgadhno Mantri Pethad Kumar
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherMohanlal Maganbhai Zaveri
Publication Year1914
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy