SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૭ પળમાં રીસાણી શું રસીલી, ભાન પણ ભૂલી ગઈ; માનતી મયુરી નથી તું, સુદરી કરમાઈ ગઈ વેળા રસીલી વહી જશે, જુવાની આ ચાલી જશે, પસ્તા પાછળથી થતાં, અરે ! કાળ કહેણી રહી જશે” રાણું ! હઠીલી નથી ! ઉભયના નેહમાં પત્થરો નાંખી તું ચાલી જઈશ નહિ તારૂં ધાર્યું તું કરીશજ! સ્ત્રી હઠ આજે તે પૂરી પાડી. હાં ! હાં ભોળી અબળાઓને ઠગતાં તમને સારૂ આવડે છે ! જાઓ ! જાઓ ! મારા જેવી ભોળીને ફસાવી ઠગારા ! ઠગતાના ! ઠગારાં તે અમે કે તમે ! જુઓને ! ઠગાઈ વિધા કરીને તે તમે અમને ઠગી લીધા. , અમને ઇમતાં આવડુ નથી, ને તમારી સાથે બોલવું પણ નથી. પેલા બિચારા કદાચ માર્યા જશે તે રંગમાં ભંગ પડશે, પેલી બિચારી સ્ત્રીનું ખરાબ થશે, તેના મનની આશાએ મનભાંજ સમાશે. અને સુધરેલી બાજી પાછી વિણસી જશે. રાજા વાર લડતા ના! એકદમ હુકમ ફરમાવી છે. રાણીએ ઝટપટ જણાવી એટલામાં જોરથી વાગતી ઘંટડીને નાદ કાન ઉપર અથડા રાજા અતઃપુરમાં હોય ત્યારે કેઈએ જવું નહિ એવી મનાઈ છે. વાથી ખાસ જરૂરના કામે આ ઘંટ વગાડવામાં આવતા. આજે પણ આ ઘંટનો નાદ સાંભળીને તરતજ રાજા ચમક્યો. એકદમ રાણીને ત્યાં મુકીને બહાર આવ્યો, તરતજ પ્રધાનની દાસીએ ગુપચુપ નમન કરીને રાજાના હાથમાં પત્ર મુકી દીધું. રાજાએ તે પત્ર ત્વરાથી વાંચવા માંડે. નવર મુગુટમણિ છત્રપતિ રાજ્ય રાજેદ્ર યોગ્ય પવિત્ર સેવામાં મુ. માંડવગઢ રાજ્ય મહાલય.
SR No.032335
Book TitleMandavgadhno Mantri Pethad Kumar
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherMohanlal Maganbhai Zaveri
Publication Year1914
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy