SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ દેવની ઈચ્છાને તાબે થપ વગર મારે ઉપાય નથી. હવે અંત વખતે તે મેહમાયાને કે સ્ત્રીને અથવા ધનને વિચાર કરવો તે વ્યર્થ છે. કેમકે મરતી વખતે તે વસ્તુઓમાં ભાઈ રહેવાથી જીવની સદ્ગતિ થતી નથી. માટે અંતિમ વખતે પરમ કૃપાળુ પરમાત્માની બંદગી કરી તેની સલામતી ઈચ્છવી તેજ સાર છે. તેની ઇશારતથી હવે ચડેલો તેને લઈને આગળ ચાલ્યા, આખા નગરમાં ફેરવી જયાં ત્યાં ટેલ નાખતા - છતા હજારો માણસના સરઘસ સાથે તેઓ ગામની બહાર આવ્યા એક પલકવારમાં આ જગતની આજ સુધીની અમુલ્ય વસ્તુને વિનાશ થઈ જશે. અને મારે જેવું પડશે એમ ધારીને સૂર્ય વાદળમ છુપાઈ ગયો. સમસ્ત નગર આ હીણભાગી જુગારી માટે આજે - કરૂણા રસમાં ગરકાવ થઈ ગયું. આજે આખી નગરીના જને શોકમાં ગ્રસ્ત થએલા છે. જો કે તેની સાથે પદ્માકર ધુતારો પર ભરવાનો હતો. તથાપિ તેની તરફ કોઈની દિલસોજી જણાતી નહોતી, પણ શ્રીપાળના અવાર નવાર સંયોગો તથા પત્નીને અપ્રિતમ નિર્મળ સ્નેહ અને તેનું સજનપણુ તથા રસિક્તા અને વિદ્વત્તાથી લેક ફીદા થઇ ગયા'તા, જે કે સામાન્યતઃ તેની ખ્યાતિ ફેલાયેલી હતી, પરંતુ ખરી વસ્તુ તે અકાળેજ પ્રગટી નીકળી. અરર ! અસ્ત થતા સૂણે જગતને એકદમ પિતાનું પાણી બતાવી આપ્યું, કેમકે દીપકની જ્યોત અસ્ત થવાની તૈયારીમાં હોય છે ત્યારે અલ્પ સમય પહેલાં તે જગતને ઘણાજ પ્રકાશ આપે છે. માણસ જ્યારે ઉંચ સ્થતિમાંથી પડવાને હોય છે ત્યારે થોડા વખતમાં તેને પેસે બહુજ ઝળકી નીકળે છે એટલું જ નહિ પરંતુ જગતની આંખે પણ ચડવાને તે ચકતો નથી. તેવી જ રીતે આ શ્રીપાળ શેઠના અવસાન સમયે તેના ગુણો જગતની નજરમાં ખુચી રહ્યા, અને તેના ગુણથી અંધ થયેલું આખું નગર તેની પાછળ હવે અત્યારે ગ. ઘેલું થઈ ગયું છે, તેની જીંદગીની સલામતી માટે આજે પરમ ? કૃપાળુ પરમાત્માની બંદગીઓ થાય છે અને અંતના વખતે તેનાં દર કરી પિતાના આત્માને લેકે પવિત્ર પણ કરે છે. મંત્રી પેથડકુમાર પણ મીનીટે મીનીટે તેને સમાચાર મંગાવે છે. રાજા પાસે પણ પલક પત્રકના સમાચાર જાય છે. અત્યાર સુધીને ઇતિહાસ જાણીને મંત્રીશ્વરનું દિલ અતિશય નારાજ થયું. તેના બચાવની ખાતર તે ઉપાય શૈધવા લાગ્યા, લોકો પણ તેની જીંદગીની સલામતી માટે મળી
SR No.032335
Book TitleMandavgadhno Mantri Pethad Kumar
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherMohanlal Maganbhai Zaveri
Publication Year1914
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy