SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ અને હાસ્યવિનોદ કરતી હતી બળતાને વધારે બાળવા લાગી. “પાળને આ વર્તન ઘણું આકારૂ લાગ્યું પણું વ્યર્થ ? તે મનમાં મુંગે જ રહયે, વળી પોતે જમાનાને ખાધે અને જગતના દરેક પ્રપંચે માહીતગાર એવો એક સુખી નર આ દુઃખ કેમ સહન કરી શકે ! તેને ધિરજ રહી શકી નહીં. છેવટે તે સ્ત્રીને બેધને માટે થોડુંક સમચિત વચન તેણે તેને સંભળાવ્યું. સેરે. “નારી તારાં નેણ, કામણગારાં કેમ થયાં ! રાખણવાળ રામ, જીવતી તને કેમ રાખશે ? કામણગારી નાર, લજવ્યું કુળ તુજ તાતનું; નારી તારાં હાડ, વૈતરણું નદીને ઘટે ” શ્રીપાળનાં વચનો સાંભળીને તેની સાહેલી તેને કહેવા લાગી. અરર ? બેનડી ! બળતા એવા એ બિચારાને શા માટે બાળે છે ! જેને તેણે તને કેવો મર્મમાં ઉપાલંભ આયો ! દુઃખી માણસને દેખી તેની પ્રત્યે આપણું કંઈ જેર ન ચાલે તે દીલગીર થવું, એવી પ્રત્યેક મનુષ્ય વ્યક્તિની ફરજ છે. અને તે ફરજ અદા કરવાને તું પણ બંધાયેલી છું, બેન ! નિર્દય ન થા ! ચડતા પડતી ચાલી જાય છે, આજે એને વારે તે કાલ આપણે વારે ! - જાની રહેમ નજર છે ત્યાં સુધી બાંધી મુઠી લાખની છે, જે જ્યાં રાજાની કફ મરજી થઈ કે આપણું પણ તેવીજ વલેહ થાય ! જેને દુનિયાનું એક છત્ર રાજ્ય કરનાર શ્રી કૃષ્ણને જંગલમાં પીવાનું પાણું ન મળ્યું, એટલું જ નહિ પણ “ પાણી ” “ પાણી ”કરતાં તેમનો અમર અને પવિત્ર આત્મા જંગલમાં ઝાડની નીચે એક તરડીયાં મારતો છતો ચાલી ગયે. બ્રહ્મદત્ત ચક્રી જેને ઘેર છ ખંડનું રાજ્ય હતું, તે શુરવીર રાજીયો પણ દૈવ વશાત એક બ્રાહ્મણથી આંધળો થયો, અને પંદર વરસ સુધી મહા દુઃખ • ભગવતે જલ વગરના માછલાની જેમ તરફડત તરફડતો તે નરકના અઘેર રસ્તે ચાલી ગયો. માટે માનુષી જીવન દેવની સત્તાને આશ્રયીને અવલંબી રહ્યું છે ! આપણે અત્યારે અન્ય આરામમાં છીયે ને કાલે કોણ જાણે શું થશે ! તેની કોને ખબર છે. ભાટે અહંકાર કોનો ટકી રહ્યા છે” ! પિતાની બેનપણીની હિત
SR No.032335
Book TitleMandavgadhno Mantri Pethad Kumar
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherMohanlal Maganbhai Zaveri
Publication Year1914
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy