SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ જે દરેક જગતને ઉપયોગી છે. બીજા રસો તે અનુક્રમે અલ્પ લાભ અને વિશેષ હાનીવાળા જગતમાં બહુધા માલુમ પડે છે, પરંતુ આ ધર્મ રસ તે દરેક રીતે લાભનેજ કરનાર છે, કોઇપણ પ્રકારે લેશ માત્ર પણ જેમાં હાની પહેલી નથી એવા ધર્મરસના લોભી અને તેમાં પ્રીતિવાળા જેવો અલ્પ કાળમાં પિતાનું જીવન કૃતાર્થ કરી જગતની અમોઘ સુખ સંપદાને મેળવી શકે છે. જગતની અંદર ભિન્ન ભિન્ન કેટીનાં જીવન સંસારના તરેહ તરેહ પ્રકારના વિચિત્ર સંયોગોમાં પસાર થાય છે, માણસ જાતિની ગમે તે પ્રકારની આશાની ઉમિયો હદય ભુવનમાં ઉભરાતી હોય તથાપિ તે પરિપૂર્ણ થવી, અથવા તે હદયની આશા હૃદયમાંજ સમાવી આશાના અંકુરનું છેદન કરવું એ અધિકાર દૈવની પ્રબળ સત્તા ઉપરજ રહેલો હોય છે. જગતમાં કેટલાક પ્રાણીના જીવનની શરૂઆત દુઃખમાંથી શરૂ થઈ તેમની સુખમાં પૂર્ણાહુતિ થાય છે. તેમજ સુખમાં ઉંછરેલી જીંદગીને દુઃખમાં અંત થતો આપણે ઘણી વખત જોઈ શકીયે છીયે. જેમ દેવ લોકમાં સર્વદા એકજ સ્થીતિ રહે છે, ત્યારે માનવ જન્મમાં અંદગીના અવાર નવાર સંયોગોમાં તેના મૃત્યેની લે તા પ્રમાણે દેવ તેને વિલક્ષણ સ્થીતિ તરફ ઘસડી જાય છે. આ પણને જે મહાન પુરૂષનું કથન કરવાનું છે, તેનું જીવન આપણને દુઃખમાંજ શરૂ કરવાનું છે. ભવિષ્યમાં તેને આત્મા કેવી સ્થાતિએ મુકાશે, તેને આધાર આપણે તેના કૃ ઉપર અને તેના દવ ઉ. પર રાખી તેનું અત્યારે વર્ણન નહિ કરતાં ચાલુ પરિસ્થીતિનું વર્ણન કરવું, તેજ આપણને આવશ્યક છે. આ મહાન પુરૂષ કેવી અવસ્થામાં ઘેરાયેલો છે. તે જોવાનું હવે આપણે એક જંગલ તરફ નજર કરીએ, જગતમાં સુપ્રસિદ્ધ અને અવંતીના ખંડ સમાન, દેવ લેકના આડંબરને જીતનારો એવો નમ્યાડ નામને દેશ તેના એક જંગલને વિશે કોઈ મહાન પુરૂષ દરિદ્રપણાથી પિતાના ભાગ્યની નિંદા કરતો, અને નિરાશથી ઉદાસિનતાવાળુ જેનું મુખ થયું છે એવો શોક પરીપૂર્ણ આકૃતિવાળે આકુળ વ્યાકુળ થએલે તે રખડતે હોય તેમ દેખાય છે. અનેક પ્રકારનાં નાનાં મોટાં વૃક્ષોથી પરીપૂર્ણ એવા જ મલમાં કવચિત ભયંકર વનચર જીવોની ગર્જના પણ થયા કરતી હતી. કુદરતથી બનેલી એવી જંગલની સ્વાભાવિક રચનાઓ જોનારને મનહર લાગતી હતી, તેથી પ્રેક્ષકના ચિત્તને કાંઈક શાંતિ મળતાં બે
SR No.032335
Book TitleMandavgadhno Mantri Pethad Kumar
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherMohanlal Maganbhai Zaveri
Publication Year1914
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy