SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ ફળને આપનારું છે, દરેક પ્રકારના કર્મો કરનારા એવા નારદ પણ ચતુર્થ વ્રતના નિયમથી સિદ્ધિ પદને વર્યા, સુદર્શન શ્રેષ્ઠી જેવાને એક શિયળ વ્રતના પ્રભાવથી શુળીનું સિંહાસન થયું તે ચેથા વ્રતનો કેટલો પ્રભાવ છે ! અપાર એવા સંસાર સમુદ્રને તરવા માટે ખરેખર તે નૈકા સમાન છે, વળી તે આ જગતને મોટામાં મોટે ગુણ છે, તે ગુણ ઇચ્છિત વસ્તુને પૂરણ કરવાવાળે છે, તેના પ્રભાવ થકી દેવતાઓ પણ નમસ્કાર કરે છે, આ સંસારમાં આપણું જીવન ક્ષણિક છે, માણસે પગલે પગલે મરણને શરણ થાય છે, તે માટે જે તારી રજા હોય તો હું ચતુર્થ વ્રત ગ્રહણ કરું, અને ભીમ શ્રાવકે મેકલાવેલી સાડીને પહેરવાવાળે થાઉં. - હે સ્વામી! તમે ખુશીથી વ્રત અંગીકાર કરે ! હું તેમાં તમને મતા કરવાની નથી. ચતુર્થ વ્રત અંગીકાર કરીને પણ આ સાડી પહેરી તમારી મનોહર કાયા શોભાવી પાવન કરે વિરકત વાસનાવાળી પવિત્ર પ્રેમવાએ પિતાના વદન કમળમાંથી પવિત્ર ઉદગારો બહાર કાઢી પતિને આનંદ પમાડે. પતિ પતીની એક મરજી થવાથી ધવન અવસ્થા રૂપી સમુદ્ર આડકતરી રીતે પડેલો છતે બત્રીસ વરસની ઉમરે અધિક પ્રકારે સંપદાઓ વિધમાન છતાં પણ જેમનું ચિત્ત વિષય વિકારથી નિત પામ્યુ છે એવાં તે બનને ચતુર્થ વ્રત ગ્રહણુ કરતાં હવા. નાની ઉ. ભરમાં મન ઉપર કાબુ મેળવનારી એવી આ પ્રથમણી સ્ત્રી સર્વ સતીઓને વિશે અધિક ગુણે કરીને શોભે છે, કેમકે કુંતા સતાવે કુમાર અવસ્થામાં પણ કર્ણને જન્મ આપ્યો છે. સીતા જેવી મહા– સતીએ પણ એક વખત હવામીની આજ્ઞા લોપી'તી. દ્રૌપદી પણ ભોગની લાલસાથી એક વખત આકુળ વ્યાકુળ થઈ તી એવી રીતની સતી પ્રથમણીની બરોબરી કેવી રીતે થઈ શકે ? એવી રીતની તે સ્ત્રીએ પણ ચતુર્થ વ્રત ગ્રહણ કર્યું. તે વખતે માટે ઓચ્છવ કરી લાખો રૂપિયા મંત્રીએ ખર્ચી નાંખ્યા અને પાંચ હી. રાગર વસ્ત્ર યુક્ત ચૌદસો મંડીઓ દેશદેશ સાધર્મિક ભાઈઓને કલાવતે હો. ભીમ નામના વ્યવહારીયાને પણ એક મડી આપી ને તેની મડી પિતાના ચિત્ત રૂપી સમુદ્રને ચાંદણી સરખી તે પહેરતો હવે. બ્રહ્મચર્યને ગ્રહણ કરીને તેના રક્ષણ માટે તંબાળ વગેરેને
SR No.032335
Book TitleMandavgadhno Mantri Pethad Kumar
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherMohanlal Maganbhai Zaveri
Publication Year1914
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy