SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ Second Proળ મ. 3- 016 - 8 • મહાવીર સર્જન - મહાવીર થી શાહના હિન્દીમાં કરેલા ગીતો સાથ આપતા રહ્યાં. તદુપરાંત ઉપાધ્યાય અમરમુનિ અને ઉપાધ્યાય યશોવિજયજી તથા મહાયોગી આનંદઘનજીનાં પદો પ્રસંગે પ્રસંગે ડોકાતા રહ્યા. પ્રભુના માતાના ૧૪ સ્વપ્નો સૂચિત સર્ગભાવસ્થાનો સંભાળ કાળ એવી રીતે આલેખાયો કે વર્તમાનની અને સર્વકાળની માતાઓ માટે આદર્શરૂપ થઈ શકે. પ્રભુની બાલક્રીડાના સર્પ અને હાથીને નાથવાના પ્રસંગો, વિદ્યાશાળામાં ઈન્દ્ર દ્વારા પ્રભોનો મહિમા વધારતા પ્રસંગો અને કલિકાલ હેમચન્દ્રાચાર્ય વર્ણિત યશોદાના પાણીગ્રહણનો, ત્રિશલામાતા અને વર્ધમાનકુમારના હૃદયસ્પર્શી પ્રસંગો સહુને એક ઉપેક્ષિત ભૂમિમાં લઈ જનારા બન્યા. પ્રભુ મહાવીરના સિદ્ધાંતો જેવા કે અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ અને ક્ષમાપનાને આજે પણ જગતના જૈનો ઉપરાંત અન્ય ધર્મના લોકો પણ માનતા થયા છે. પ્રભુએ મહાભિનિષ્ક્રમણ કરી સર્વ સંબંધોનો ત્યાગ કરી એકલવિહારી બની ચાલી નીકળ્યા અને આ પ્રસંગ લોકોમાં હૃદયદ્રાવક બની ગયો. ત્યારપછી પ્રભુ મહાવીરના પ્રસંગો જેવા કે ચંડકૌશિક નાગે જ્યારે પ્રભુને ડંશ દીધો તેમાંથી દૂધની ધારા છૂટી અને ચંડકૌશિકને “બુઝ બુઝ' કહી તેના જીવનનો ઉદ્ધાર કર્યો. ચંદનબાળાનો ઉદ્ધાર કરી પ્રભુએ સ્ત્રી જાતિનું સન્માન કરી પુરુષ સમોવડી આલેખી અને તેમના કટ્ટર દુશ્મન ગોશાલાને પોતાના દોષયુક્ત જીવનનો પશ્ચાત્તાપ કરાવ્યો. આ પ્રમાણે પોતાનું જીવન વિતાવતા ઘોરાતિઘોર ઉપસર્ગો સાડાબાર વર્ષ સુધી ભોગવ્યા અને છેલ્લે સંગમ દેવતાએ પ્રભુની ખ્યાતિ દેવલોકમાં સાંભળી ત્યારે તેનામાં ઈર્ષાભાવ આવ્યો અને પ્રભુને પરેશાન કરવા પૃથ્વીલોકમાં આવ્યો અને પ્રભુને અનેક જાતના ઉપસર્ગો કર્યા. દરેક ઉપસર્ગો પ્રભુએ જે રીતે સહન કર્યા તેનાથી એ થાકી પાછો વળ્યો ત્યારે પ્રભુની આંખમાં બે બિંદુ આંસુના ટપકી પડ્યા જેના થકી દુશમનને પણ પશ્ચાત્તાપ કરાવ્યો. તેમના પ્રથમ શિષ્ય ઈન્દ્રભૂતિ ગૌતમ તેમના ૧૧ ગણધરમાંના પ્રથમ ગણધર બન્યા. આ બધા ગણધરો પ્રભુને જ્ઞાનમાં હરાવવા આવ્યા હતા પણ જેવા એક પછી એક ગણધરો પ્રભુના સમોસરણમાં આવ્યા ત્યારે પ્રેમથી તેમના નામ બોલી તેમને આવકાર્યા. બધા ગણધરો પોતાના શિષ્યો સહિત પ્રભુના માર્ગમાં જોડાઈ ગયાં. સાડાબાર વર્ષ સુધી પ્રભુએ ઘોર તપ કરી જુવાલિકા નદીના કિનારે ગો-દોહિકા આસને બેસીને ધ્યાનમગ્ન હતા ત્યારે શાલિવૃક્ષ નીચે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. ( આ પ્રમાણે પ્રભુ પોતાનું જીવન વિતાવતા વિતાવતા તેમના જીવન સંધ્યાના વિનય મહિમાના વિનયસૂત્રના ઉદાહરણો સાથે અને તેમની અંતિમ ક્ષણોમાં વર્ણનો સાથે ધીર-ગંભીર ઘોષ અને સંગીતના કરુણતમ સ્વરો સાથે પ્રવકતા પ્રસ્તુત કરી રહ્યા હતા ત્યારે સૌને માટે એ તદ્દન નવો જ આગવો અનુભવ હતો. એક બાજુથી પ્રભુ નિર્વાણના એ અદ્ભુત પ્રસંગમાં સહુને ડુબાડી રહ્યો હતો, બીજી બાજુથી તેમના જીવન સંદેશ ભણી સ્પષ્ટ આંગળી ચીંધી રહ્યો હતો તો ત્રીજી બાજુથી પ્રભુ-પ્રદર્શિત આત્મધ્યાનના પ્રદેશમાં (80)
SR No.032330
Book TitleAntarlok Me Mahavir Ka Mahajivan
Original Sutra AuthorN/A
AuthorPratap J Tolia
PublisherVardhaman Bharati International Foundation
Publication Year
Total Pages98
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy