SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ તેઓ ભક્તિભાવથી ગદ્ગદ્, રોમાંચિત, કંપિત અને અશ્રુપ્લાવિત બની જતા હતા !! તેમની અશ્રુધારા આત્માનુભૂતિધારામાં મળી જતી હતી - સુદીર્ઘ કાળ સુધી !!! આત્મસિદ્ધિમાં ગુંથેલા આત્મજ્ઞાન પ્રત્યે સાચે જ તેમનું મસ્તક જ નહીં, હૃદય પણ ઝુકી પડતું હતું. “કેવો, કેટલો પ્રભાવ રહ્યો હશે - સમસ્ત અધ્યાત્મશાસ્ત્રોના નવનીતના રૂપમાં શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રને પ્રસ્તુત કરનાર, દેખનાર આ પ્રજ્ઞાચક્ષુ અંતર્દષ્ટા પર !” (પ્રા. પ્રતાપકુમાર ટોલિયાનો સ્વયંનો સ્વાનુભવ) જ્યારે ગણધરવાદ' પરના અધિકૃત-અધિકારી પ્રજ્ઞાપુરુષ પંડિતશ્રી સુખલાલજી જેવા “શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રથી ચિંતનાત્મકરૂપે જ નહીં, અનુભવાત્મક રૂપે પણ આટલા પ્રભાવિત થાય ત્યારે શ્રીમદ્જીના આ વર્તમાનકાળના આત્માનુભવ ગ્રંથની પ્રમાણભૂતતા ને ક્ષમતા કેટલી હશે અને તે જેની પ્રતિછાયા છે એવા રપ00 પૂર્વના ગણધરવાદની સામ્યતા કેટલી હશે એ ચિંતનીય છે. • શ્રી આત્મસિદ્ધિનું આત્મસાત્ કરવું બીજા ઉપકારક સત્પુરુષ શ્રી સહજાનંદઘનજીએ શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રને આત્માનુભવપૂર્વક આત્મસાત્ કર્યું, સ્વયં લઘુતા ધારીને નિગ્રંથ સાધુ બાહ્યાંતર બંને રૂપે હોવા છતાં, પરખી નહીં શકનારા જનો જેમને “ગૃહસ્થ’ ગણે છે તેમને શ્રીમ) ગુરુપદે સ્થાપ્યા એટલું જ નહીં, તેમના જ નામ પર હંપી-કંદરાએ કર્ણાટકમાં શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ સ્થાપ્યો અને શ્રીમજીને જ “અનન્ય આત્મ શરણ પ્રદાતા ગણી જીવન સમર્પણ કર્યું છે તેમના રચિત આ સ્તુતિમંત્રમાં પરિલક્ષિત થાય છે. “અનન્ય આત્મ-શરણ-પ્રદા, સદ્ગુરુ યુગપ્રધાન-રાજવિદેહ, ચરણ-કમળની વેદી પર, કરું આત્મબલિદાન.” 'अनन्य आत्मशरणप्रदा सद्गुरु राज विदेह ! पराभक्तिवश चरण में धरं आत्मबलि एह ॥'* કેટલી વિનમ્રતા, લઘુતા, સમર્પણશીલતા છે આ શ્રીમજી-સમર્પિત સપુરુષમાં! લઘુતામાં જ પ્રભુતા હોય છે એ તેમણે સિદ્ધ કરી દર્શાવ્યું ! અન્યથા શ્રીમદ્જીના તત્ત્વદર્શનના વર્તમાનના મૂર્ધન્ય સુવક્તા એવા વિદ્વર્ય શ્રી વસંતભાઈ ખોખાણી આ શબ્દોમાં શ્રી સહજાનંદઘનજીને આદરઅંજલિ ન આપતા કે, “આ લઘુતાધારી પુરુષને * “સ વોઇ સુહાય” : શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રના ચાર મહાનુભાવો પરના પ્રતિભાવના ડૉ. શ્રી રાકેશભાઈ ઝવેરીના વિવેચનનો સ્વાનુવાદ પૃ. ૧૭૫ (ત્રિપદીના પૂર્વનિમિત્ત) ગણધરવાદ અને શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રનું તુલનાત્મક અધ્યયન ૮૩
SR No.032320
Book TitleRajgatha
Original Sutra AuthorN/A
AuthorPratap J Tolia
PublisherVardhaman Bharati International Foundation
Publication Year2018
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy