SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ આ સાથે જ પ્રાતઃ વંદનીય શ્રી હેમચંદ્રાચાર્ય પછી આઠસો વર્ષોમાં, અન્ય અનેક સમર્થ પુરુષો જૈન પરંપરામાં થયા છતાં, શ્રી જિનપ્રણીત માર્ગને, અંતરધ્યાનના અનુભવ માર્ગને, વિશ્વપ્રસારના-વિશ્વધર્મ બનવાના મહામાર્ગને, ઉદ્ધારનાર મહાસમર્થ જૈન આચાર્ય - યુગપ્રધાનનો ભારે અભાવ નિહાળ્યો છે. આવી પરમ ક્ષમતા તેમણે એક જ મહાપુરુષમાં નિહાળી - “અનુભવ ! તૂ હૈ હેતુ હમારો” અને “અનુભવ નાથ કો ક્યો ન જગાવે?'ની આહલેક જગાવનાર, વીતરાગના અંતરાનુભવ માર્ગના મહાયાત્રી, અવધૂત નિરપેક્ષ વિરલા ને ગગનમંડલમાં વિચરતા મહાયોગી આનંદઘનજીમાં પણ તેમને ચૂકી ગયો જડ ધનપૂજક પરખ-રહિત, પથપતિત જૈન સમાજ ! • વીતરાગ-માર્ગમાં વિભક્તિ-વેદના અને યુગોની સ્કૂલના : આવી આ અંતિમ અબ્દિની જૈન સમાજ, જેને પરંપરાની દશામાં કોઈ સમર્થન મહાસમર્થ આચાર્ય, સઘળાયે જૈન સંપ્રદાયોની વિભક્ત દશાને સાંકળી શકનાર અને વીતરાગના મૂળ માર્ગનું ઉન્નયન કરાવનાર યુગપ્રધાન એવા યુગીન “મોક્ષમાર્ચ નેતાજ” નો પરમ વ્યથિત શાસન-હિતચિંતક, આર્ષદૃષ્ટા શ્રીમદ્જીએ ઘોર અભાવ જોયો છે, વીતરાગમાર્ગમાં તેમણે ખાલીપો અનુભવ્યો છે ! બીજી બાજુ તેઓ પોતાની અંતસૃષ્ટિમાં એ ઉપકારક પુરાણપુરુષો'નો વિરહ અનુભવતા રહ્યાં છે. ત્રીજી બાજુ સ્વયં તો મહાવિદેહી આત્મદશામાં રહ્યા છે. એવા યુગપ્રધાન મહામાનવની જાણે તેઓ મહાપ્રતીક્ષા કરતા ઊભા રહી ગયા છે - ગુરુદેવ રવીન્દ્રનાથ ઠાકુરના શબ્દોમાં “શેરૂ મહામાનવ માણે' ની સંભાવનાવતું ! ૦ ખાલીપો... અને યુગપ્રધાન મહામાનવની પ્રતીક્ષા : વાસ્તવમાં, નિરાગ્રહી, તટસ્થ, અંતર્દષ્ટિથી નિહાળીએ, “જિન તણો એ પંથડો નિહાળીએ', તો કદાચ વીતરાગમાર્ગના વર્તમાનકાળના વિરાટ યુગદેષ્ટા યુગપ્રધાન મહામાનવ સ્વયં શ્રીમદ્જી પોતે જ છે !! છતાં આ ભાવ-નિગ્રંથ સપુરુષે લઘુતા ધારીને સ્વયંની આવી ક્ષમતા-સંભાવનાને બાહ્ય નિગ્રંથતા ધારણ ન કરાય ત્યાં સુધી ગુપ્ત, ગોપવેલી રાખી છે ! આ ચિંતન-વિધાનમાં પ્રસ્તુત પંક્તિ લેખકનો પ્રશસ્ત ભાવ ભક્તિ-રાગ કોઈને દેખાય, પરંતુ સાંપ્રત જૈન પરંપરાની-અંતર્ભાગ-વિહોણી બની ચૂકેલી નિગ્રંથ સાધનાધારાનીછિન્નભિન્ન અને ક્રિયાઇડ + શુષ્કજ્ઞાની બની ગયેલા જૈન સમાજની શું આ દયનીય દશા નથી? જિનમતરૂપી સિંહનું અંતભેદોથી ઘણગ્રસ્ત થવાનું વીરવચન અહીં સિદ્ધ થતું નથી દેખાતું? (ત્રિપદીના પૂર્વનિમિત્ત) ગણધરવાદ અને શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રનું તુલનાત્મક અધ્યયન ૦૫
SR No.032320
Book TitleRajgatha
Original Sutra AuthorN/A
AuthorPratap J Tolia
PublisherVardhaman Bharati International Foundation
Publication Year2018
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy