SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમન્નાં ભક્તિ-પદો : જેમાં એમનું અંતર સર્વવ ઠલવાયું છે! (શ્રીમદ્ રાજચંદ્રજી કૃત “રાજપદ', પરમગુરુપદ' વગેરે ભક્તિકૃતિઓની વર્ધમાન ભારતી બેંગ્લોર નિર્મિત નૂતન રેકર્ડોનાં ઉદ્ઘાટન પ્રસંગે તા. પ--૦૬ના રોજ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના સભાગૃહમાં અધ્યક્ષપદેથી અપાયેલું અત્યંત પ્રેરક અને મનનીય પ્રવચન. – પ્રા. પ્રતાપકુમાર ટોલિયાની સર્જન અનુમોદનામાં) શ્રીમદ્ રાજચંદ્રને આ યુગના એક પરમ અધ્યાત્મયોગી તરીકે હું માનું છું અને એમનાં લખાણો અને કાવ્યોનો અભ્યાસ હું લગભગ પચાસ વર્ષથી કરતો આવ્યો છું. એ લખાણો અને કાવ્યો ઉતાવળમાં વાંચવા કે સાંભળવા જેવાં નથી. એ એકાંતમાં, સ્થિર ચિત્તે જ્યારે મન આવી સદ્ભાવનાઓ અંતરમાં ઉતારવાને માટે તત્પર હોય એવે સમયે સાંભળવા અને વાંચવા જેવાં છે. એવી બધી જ ક્ષણો જીવનની નથી હોતી અને એવી વિરલ ક્ષણોએ એ સાંભળ્યું હોય અથવા વાંચ્યું હોય અને મનન કર્યું હોય તો એની અસર ઊંડી અને લાંબા સમય સુધી રહે છે એવો મારો અનુભવ છે. શ્રીમાં બધાં યે લખાણો અને બધાં કાવ્યોનો પ્રધાનસૂર એક છે – ભાસ્યો દેહાધ્યાસથી આત્મા દેહસમાન, પણ તે બન્ને ભિન્ન છે, જેમ અસિ ને માન.” આ દેહને પોતાનો માની લીધો છે એવા દેહાધ્યાસથી આત્મા અને દેહ સમાન છે અથવા એક જ છે એમ માની લીધું છે, પણ જેમ “અસિ' એટલે કે તલવાર અને મ્યાન જુદા છે, તેમ દેહ અને આત્મા જુદા છે, એ બે રીતે એમણે સમજાવ્યા છે. – “પ્રગટ લક્ષણે જાણ' : બે પદ બે વખત કહ્યાં છે – ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહસમાન, પણ તે બંને ભિન્ન છે, જેમ અસિ ને માન.” ને બીજું પદ એ જ – “ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન, પણ તે બંને ભિન્ન છે, પ્રગટ લક્ષણે જાણ.” રાજગાથા
SR No.032320
Book TitleRajgatha
Original Sutra AuthorN/A
AuthorPratap J Tolia
PublisherVardhaman Bharati International Foundation
Publication Year2018
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy