SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભગવાનદાસ મહેતાએ જે રચનાઓને “મહાકાવ્ય' કહ્યાં છે, તેવી પ.કૃ. દેવની ત્રણ રચનાઓમાંની આ એક રચનામાં ભક્ત હૃદયની નિગૂઢ, અકથ્ય વેદના છે. પ્રભુ પ્રત્યેની અવર્ણનીય ભક્તિ છે. એના આધારે જ પૂર્ણતઃ સમર્પિત થઈ, દોષોનો સ્વીકાર કરતા પરમ કૃપાળુ દેવ આર્તનાદ કરે છે : હે પ્રભુ, હે પ્રભુ શું કહું ? દીનાનાથ દયાળ ! હું તો દોષ અનંતનું ભાન છું કરુણાળ... !' પ્રભુ ! તું તો દીનોનો નાથ, અશરણનું શરણ અને ભક્તવત્સલ છે, જ્યારે હું તો અનંત દોષોનું ભાજન છું...!” પરમ ભાવપૂર્ણ શબ્દોમાં ગૂંથાયેલ આ રચનામાં ભક્તહૃદયની વિહ્વળતા, વ્યાકુળતા, સમર્પણભાવની ધારા પ્રવાહિત છે. જાણે સાગરને મળવા આતુર વર્ષાના જળથી ભરપૂર સરિતા! આ રચનાની પ્રત્યેક પંક્તિ ભક્તાત્માની વેદનાના પ્રતિબિંબ સમી છે. એમાં છલકાતો ભાવોન્મેષ પ.કૃ. દેવની આંતરિક સ્થિતિનું સુરેખ ચિત્ર છે. ડૉ. ભગવાનદાસ મહેતાના શબ્દોમાં પ.પૂ.ક. દેવે અક્ષરે અક્ષરે એવો અપૂર્વ ભક્તિસિંધુ વહાવ્યો છે કે તેમાં જેમ જેમ ઊંડા ઉતરીને અગગાહન કરીએ તેમ તેમ ઓર ને ઓર ભાવ ફુરે છે.” ખરે જ આ કાવ્યઝરણામાંથી ઉડતા ભક્તિરૂપી વારિબિંદુ પ્રત્યેક જિજ્ઞાસુ, મુમુક્ષુને ભક્તિરસથી તરબતર કરી મૂકે તેવા છે. શ્રીમદે આંતરનિરીક્ષણ દ્વારા જીવના અનંત દોષો પ્રત્યે લક્ષ્ય કેન્દ્રિત કરાવ્યું છે. સ્વદોષદર્શન કરતી, કરવા પ્રેરિત કરતી આ ભક્તિરચનામાં શ્રીમદ્ભા ભક્તિયોગના સામર્થ્ય પ્રત્યેની તેમની અનુભૂતિનું દર્શન થાય છે : અનંત કાળથી આથડ્યો, વિના ભાન ભગવાન ! સેવા નહીં ગુરૂ સંતને મૂક્યું નહીં અભિમાન...” હે ભગવાન ! અનંત કાળથી હું ભવાટવિમાં ભટકતો રહ્યો. પોતાને સર્વશક્તિમાન સમજી સંતચરણનો આશ્રય લીધા વિના સાધના કરતો રહ્યો ! અંધ હોવા છતાં જગતની યાત્રા કરવા નીકળેલ હું મહામૂર્ખ... !” સંતચરણ આશ્રય વિના સાધન કર્યા અનેક પાર ન તેથી પામિયો ઊગ્યો ન અંશ વિવેક.” જીવના આ અવિવેક, અહં, સ્વચ્છંદતાનું પરિણામ શું આવ્યું.....? સો સાધન બંધન થયાં, રહ્યો ન કોઈ ઉપાય. સત્ સાધન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય ?' અભિમાનરૂપી પડદો હોય ત્યાં સુધી સત્યનું દર્શન સંભવ જ નથી. અભિમાન મુકતાંની સાથે જ ભ. બાહુબલીને કેવળજ્ઞાન થયું ! માટે જ પોતાના અહમનો સ્વીકાર કરતાં પ.કૃ. દેવ કહે છે :શ્રીમદ્ રાજચંદ્રજીની પધરચનાઓમાં ભક્તિયોગનું સામર્થ્ય
SR No.032320
Book TitleRajgatha
Original Sutra AuthorN/A
AuthorPratap J Tolia
PublisherVardhaman Bharati International Foundation
Publication Year2018
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy