SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર જીવન-દર્શન-૫ શ્રીમદ્ રાજચંદ્રજીની પધરચનાઓમાં ભક્તિયોગનું સામર્થ્ય – સુમિત્રાબેન પી. ટોલિયા ભક્તિયોગની ભક્તિમાર્ગની ભૂમિકા : બહુ પુણ્યકેરા પંજથી શુભ દેહ માનવનો મળ્યો, તો યે અરે ! ભવ ચક્રનો આંટો નહીં એકે ટાળ્યો.” રત્નચિંતામણિ સમાન આ મનુષ્યદેહ તો કરોડો જીવોને મળ્યો છે. તેઓ જન્મે છે, સંસારનાં કર્મો કરે છે અને મૃત્યુ પામે છે. તેઓમાંના અનેકોનું જીવન તો પશુના જીવનથી પણ બદતર હોય છે. અમૂલ્યતમ એવા આ માનવજીવનનું સાફલ્ય તો ત્યારે જ થાય કે જ્યારે ઉત્કૃષ્ટ સાધના દ્વારા જીવનનાં અંતિમ ધ્યેય મુક્તિની પ્રાપ્તિ માટે જાગૃતિપૂર્વક પ્રયત્ન થાય. પ.કૃ. દેવના સ્વયંના શબ્દોમાં - “જ્ઞાનમાર્ગ, ક્રિયામાર્ગ અને ભક્તિમાર્ગ એ ત્રણે માર્ગમાં ભક્તિમાર્ગ સર્વને માટે સુગમ રાજમાર્ગ છે. જ્ઞાનમાર્ગ દુરારાધ્ય છે, પરમાવગાઢ દશા પામ્યા પહેલાં તે માર્ગે પડવાનાં ઘણાં સ્થાનક છે. સંદેહ, વિકલ્પ, સ્વચ્છંદતા, અતિપરિણામીપણું, આદિ કારણો વારંવાર જીવને તે માર્ગે પડવાના હેતુઓ થાય છે અથવા ઊર્ધ્વભૂમિકા પ્રાપ્ત થવા દેતા નથી. ક્રિયા માર્ગે અસદ્ અભિમાન, વ્યવહાર, આગ્રહ, સિદ્ધિ મોહ, પૂજાસત્કારાદિ યોગ અને દૈહિક ક્રિયામાં આત્મનિષ્ઠાદિ દોષોનો સંભવ છે.' ઘણા વિચારવાન જીવોએ ભક્તિમાર્ગનો એ કારણે જ આશ્રય કર્યો છે. આજ્ઞાંકિતપણું અથવા પરમપુરુષ સદ્ગુરુને કારણે સર્વાર્પણ સ્વાધીનપણું શિરસાવંઘ દીઠું છે...” સદ્ગુરુચરણ અશરણ શરણં... મુમુક્ષુ જનમન અમિત વિd..I. હા, આ માર્ગે જો યોગ્ય ગુરુ મળી ગયા તો બેડો પાર થાય, નહીં તો વેશધારી ગુરુનું શરણ જો ભૂલેચૂકે લેવાઈ ગયું તો તે જીવ ભવજળમાં ડૂબશે :શ્રીમદ્ રાજચંદ્રજીની પધરચનાઓમાં ભક્તિયોગનું સામર્થ્ય ૪૯
SR No.032320
Book TitleRajgatha
Original Sutra AuthorN/A
AuthorPratap J Tolia
PublisherVardhaman Bharati International Foundation
Publication Year2018
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy