SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ કરતા, વિશ્વનો છેડો ગુંજાવતા ચિરકાળ સુધી ‘યાવચંદ્ર દિવાકરૌ’ અમર થઈને રહેવા સર્જાયેલા છે. એ પ્રાણપૂર્ણતા-પ્રદાતા પરમ શબ્દોને, એ શબ્દોના પરમોપારક સર્જકને અને તેમને પંથે વિચરેલા-સંચરેલા-અનુસરેલા સર્વ સત્પુરુષોના શુદ્ધાત્મમય દેહાતીત સ્વરૂપોને અગણિત વંદના-અભિવંદના કરતા આ અંતિમાએ તેનું જ સ્મરણ કરતાં વિરમીએ અને આપણા શુદ્ધાત્મ સ્વરૂપમાં લીન બની ધ્યાનસ્થ થઈએ. શ્રવણ કરીએ-પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના અંતર્ધ્યાનભુવનમાંથી ઊઠતા-પ્રતિધ્વનિત થતા, મહાપ્રાણમહાધ્યાનના અનહદ અનાહત લોકમાંથી રૂપાંતિરત થઈ આવતા તેમના અને તેમના આપણા ધ્યાતવ્ય ભગવાન મહાવીરની વિરાટાર્થ ભરેલી દિવ્યધ્વનિના આ આહત શબ્દો ઃ - “ધ્યાન કરવાવાળો સાધક પિંડસ્થ, પદસ્થ અને રુપાતીત - આ ત્રણે અવસ્થાઓની ભાવના કરે. પિંડસ્થ ધ્યાનનો વિષય છે : છદ્મસ્થત્વ-દેહવિપશ્યત્વ. પદસ્થ ધ્યાનનો વિષય છે કેવલિત્વ : કેવલી દ્વારા પ્રતિપાદિત અર્થનું અનુચિંતન અને રુપાતીત ધ્યાનનો વિષય છે : સિદ્ધત્વ-શુદ્ધ આત્મા.” (- ધ્યાનસૂત્ર, સમળમુત્ત ૪૯૮) “હે ધ્યાતા ! તું ન તો શરીરથી કોઈ ચેષ્ટા કર, ન વાણીથી કંઈ બોલ અને ન મનથી કંઈ ચિંતન કર, આ પ્રકારે ત્રિયોગનો નિરોધ કરવાથી તું સ્થિર થઈ જઈશ. તારો આત્મા આત્મરત થઈ જશે. આ જ પરમધ્યાન છે.” (- ધ્યાનસૂત્ર, સમળમુત્ત ૫૦૧) “સર્વજ્ઞે કહેલું ગુરુ ઉપદેશથી આત્માનું સ્વરૂપ જાણીને, સુપ્રતીત કરીને તેનું ધ્યાન કરો. જેમ જેમ ધ્યાન વિશુદ્ધિ તેમ તેમ જ્ઞાનાવરણીયનો ક્ષય થશે. પોતાની કલ્પનાથી તે ધ્યાન સિદ્ધ થતું નથી.” પરમ વિશુદ્ધ સહજાત્મસ્વરૂપ સદ્ગુરુચરણાર્પણમસ્તુ ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ (‘પરમાર્થ’ વિશેષાંકમાં પ્રકાશિત નિબંધ) વર્ધમાનભારતી, પ્રભાત કોમ્પલેક્ષ, કે.જી. રોડ, બેંગ્લોર-૯. ૨૬૬૬૭૮૮૨ ફોન : ૦૮૦ શ્રીમદ્ રાજચંદ્રજી અને શુદ્ધાત્મ ધ્યાન - ४७
SR No.032320
Book TitleRajgatha
Original Sutra AuthorN/A
AuthorPratap J Tolia
PublisherVardhaman Bharati International Foundation
Publication Year2018
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy