SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ દિપ્તા જેવી આઠ યોગદષ્ટિઓ ઉઘડાવી, આર્ત-રૌદ્રના હેય ધ્યાનોથી છોડાવી, ધર્મશુકલના ઉપાદેય ધ્યાનોના પદસ્થ-પિંડસ્થ-રૂપસ્ય-રૂપાતીતના સોપાનો ચઢવા આજ્ઞા, અપાય, વિપાકતીય, સંસ્થાનવિચયની શ્રેણીઓ વટાવડાવી, પૃથકત્વ વિતર્ક વિચારએકત્વવિતર્ક વિચાર-સપ્રવિચાર-અપ્રવિચારના ભેદવિભાગો પાર કરાવી અંતે “શુદ્ધ બુદ્ધ ચેતન્યધન, સ્વયંજ્યોતિ સુખધામ”ના શુદ્ધાત્મ નિરંજનદેવના એ પરમપદ પર્વત શિખરે અવશ્ય જ લઈ જાય છે. સર્વ પ્રથમ શરત સર્વસ્વ સદ્ગુરુ-સપુરુષને ચરણે સોંપી, “મત, દર્શન, આગ્રહ, અહંકાર, સ્વચ્છંદ, મતિ-કલ્પના છોડી', તેમની આજ્ઞાએ ડગ ભરવાની તેમની જ આંગળી પકડીને ચાલ્યું જવા-વત્યે જવાની. શુદ્ધાત્મના મહાધ્યાનીની અંતર્ગાનદશા આ સર્વના આરાધના-ઉપક્રમમાં શુદ્ધાત્મસિદ્ધ ધ્યાની પરમપુરુષ પ્રભુ સદ્ગુરુ શ્રીમદ્ રાજચંદ્રજીના પરમ વચનોને ચિંતવીએ-સમજીએ અને તેમની શુદ્ધાત્મ અંતર્ધાનદશાને પણ સમજીએ. ચરમ તીર્થંકર પ્રભુ મહાવીર અને પૂર્વના સર્વ તીર્થકરો વર્ષોના મનપૂર્વક શુદ્ધાત્મસ્વરૂપની અંતર્ધાનદશામાં રહ્યા છે. પદ્માસનસ્થ કે ખડ્વાસ્થનસ્થ કોઈપણ જિનપ્રતિમાનું કાયોત્સર્ગપણું એ દશાની સ્પષ્ટ પ્રતીતિ આપશે. જિનપ્રણીત ધ્યાનમાર્ગના આધાર અને જિનપ્રતિમા થવાનો આદર્શ સન્મુખ રાખેલા રાજપ્રભુ પણ તેમની બાહુબલી કે પાર્શ્વનાથ પરમાત્માવત્ ખગ્રાસન ધ્યાનમાં ઉભેલી કે પ્રભુ મહાવીર કે કોઈપણ જિનેશ્વરવત્ પદ્માસન ધ્યાનમાં બેઠેલી ખુલ્લાં નેત્ર અને નાસિકાગ્ર દૃષ્ટિ ઠેરવેલી પ્રશમપ્રશાંત મુદ્રા દ્વારા આ પ્રતીતિ પૂરી પાડશે. બાલ્યાવસ્થાથી માંડીને જીવનયાત્રાના અંત સુધીની તેમની સજીવન મૂર્તિની કોઈ પણ તસ્વીર નીરખતાં તેમના આ પ્રસન, પ્રશાંત, પ્રશમરસપૂર્ણ, ગંભીર શુદ્ધાત્મ ધ્યાનસ્થ સ્વરૂપનાં, સર્વત્ર સહજસમાધિ સ્થિતિનાં આલ્હાદપૂર્ણ અને આપણા શુદ્ધ શુકલસ્વરૂપને જગાડતા દર્શન થશે. તેમના સૂચક મૌન દ્વારા જ “પુરોડસ્તુ મૌન વ્યાધ્યાનમ્'ના ન્યાયે આપણને ભગવાન મહાવીરવતું જાણે ઘણું જ કહી જતા જણાશે. તેમનું મૌન-ધ્યાન મુખર બનીને વણકહ્યું જ પોતાની શુદ્ધત્મદશાને પ્રગટ કરી દેશે. આપણે જૈનમાર્ગગામીઓએ એમના સમા પરમોપકારક યુગપ્રધાન યુગપુરુષની આ અંતર્દશાને સમજી છે ખરી ? શ્રીમદ્જીનો, તેમના મહાવીરવતુ મૌની-ધ્યાની જીવનનો, તેમની અંતર્દશાનો આ યુગમાં પાર પામી જનારા થોડા ધન્યત્માઓમાંના એક સ્વયં ધ્યાની મીની તેમના વિષે ખૂબ ગંભીરપણે આમ લખે છે – કહે છે : શ્રીમદ્ રાજચંદ્રજી અને શુદ્ધાત્મ ધ્યાના ૩૯
SR No.032320
Book TitleRajgatha
Original Sutra AuthorN/A
AuthorPratap J Tolia
PublisherVardhaman Bharati International Foundation
Publication Year2018
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy