SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળ જ્યોતિ સ્વરૂપ કરુણામૂર્તિ પરમસત્ય, પરમ સત્તા, પરમાત્મ સત્તા પ્રત્યે તેનું આત્મસમર્પણ કરાવે છે : (ગાન : ભક્તિ દોહરા) “કેવળ કરુણામૂર્તિ છો, દીનબંધુ દીનાનાથ ! પાપી પરમ અનાથ છું, ગ્રહો પ્રભુજી હાથ.” પરંતુ એકવાર અંદરથી પ્રતીતિ થઈ ગઈ, એહસાસ થઈ ગયો, પોતાનાં દોષોને જોઈ લીધા, તેને ધોઈ લીધા, પછી વ્યક્તિ પાપી' ક્યાં રહી ગયો? પાપી સદાને માટે કોણ રહે છે? એ પાપથી, પરિગ્રહ-બોજાથી, અહંકાર-અભિમાનથી, દોષોથી પરિમુક્ત થઈ ગયો, ઉપર ઉઠી ગયો કે પાપી મટી ગયો, આગળ વધી ગયો, ઊંચે ચઢી ગયો ! પણ શું પોતાના અહંકારથી, માન-કષાયથી ઉપર ઊઠી જવું એટલું સહેલું છે? સ્વ-દોષ-દર્શન અને પ્રભુ-સમર્પણ શું સમ્યફ-સપુરુષાર્થ વિના, ગુરૂગમ વિના કદી સંભવ છે ? આ વિશ્વમાનવે અહીં આ પ્રકારે વ્યક્તિને, ભક્તને, સાધકને, તેની અભીપ્સા અને મુમુક્ષુતા જગાવીને, તેનામાં “દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્યાદિ” ગુણ સુદઢ કરાવીને પછી તેને આગળ લઈ જવા, અગ્રપથ જોવા, તેની “અંતરની આંખો” ખોલવાની આવશ્યકતા, અનિવાર્યતા અને યુક્તિ બતાવી : “અંતર્થક્ષ, જ્ઞાનચક્ષુ, વિચારચક્ષુ-ચિંતનચક્ષુ-વિના જ્ઞાનની વાત સમજમાં નથી આવી શકતી. “ગુરુગમ” વગર અસંભવ છે આ પ્રાપ્તિ : (રાજ-પદગાન) “બિના નયન પાવે નહીં, બિના નયન કી બાત ! સેવે સદ્ગુરુકે ચરણ, સો પાવે સાક્ષાત્.” સદ્ગુરુ પાસેથી દષ્ટિ' – “આંખ પામ્યા વગર, અંતર્થક્ષુ ખોલ્યા વગર, પાવે નહીં ગુરુગમ બિના”, “ગુરુના ગમનો ટુકડો ખાધા વગર, પથનું આગળનું દર્શન ક્યાં? આ અભિક્રમમાં આમ અભીપ્સ આત્માર્થીને સ્વદોષ દર્શન, પ્રભુસમર્પણ, પ્રત્યક્ષ સદ્ગુરુશરણ-ગ્રહણ સુદઢ કરાવ્યું – “પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહીં, પરોક્ષ જિન ઉપકાર, એવો લક્ષ્ય થયા વિના, ઊગે ન આત્મવિચાર.” (આત્મસિધ્ધિશાસ્ત્ર-૧૧) સેવે ગc ? રાજગાથા
SR No.032320
Book TitleRajgatha
Original Sutra AuthorN/A
AuthorPratap J Tolia
PublisherVardhaman Bharati International Foundation
Publication Year2018
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy