SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ “ઉપાસ્યપદે ઉપાદેયતા” અને મહાત્મા ગાંધીજીના આત્મકથા અને ૨૭ પ્રશ્ન પત્રવ્યવહારાદિ, સમગ્ર પત્ર-સાહિત્ય, શ્રીમદ્જીને પરમ સમર્પિત પૂ. પ્રભુશ્રી લઘુરાજજીનું ઉપદેશામૃત સાહિત્ય, સુશ્રી વિમલાતાઈનાં “અપ્રમાદયોગ”, “પર્યુષણ પ્રસાદી આદિ લખાણો પ્રજ્ઞાચક્ષુ પંડિતશ્રી સુખલાલજીના ગહન તલસ્પર્શી શ્રીમદ્ સાહિત્ય નિબંધો ડૉ. ભગવાનદાસ મહેતાનું “અધ્યાત્મ રાજચંદ્ર', ડો. સરયુબહેન મહેતાનો “શ્રી આત્મસિધ્ધિ શાસ્ત્ર' પરનો મહાનિબંધ ઈ.નું તટસ્થપણે ઊંડાણથી પરિશીલન કરી જવા સર્વપ્રથમ અતિ વિનમ્ર વિનંતી છે. તે પૂર્વે કોઈપણ નિર્ણય શ્રીમજી વિષે બાંધવો એ અપરાધ અને જ્ઞાનીની આશાતના જ સિધ્ધ થશે. શ્રીમજીની સર્વ જિનેશ્વરો પ્રતિ વીતરાગ-વંદના અને વીતરાગ-માર્ગ-વિમુખતા પ્રત્યે વેદનાનાં વેણ : શ્રી ઋષભદેવથી શ્રી મહાવીર પર્યત વર્તમાન ભરતક્ષેત્રના ચોવીશ તીર્થકરોના પરમ ઉપકારને વારંવાર સંભારું છું.” મોક્ષમાર્ગની વિધમાનતા : “શ્રીમાન વર્ધમાન જિન વર્તમાનકાળના ચરમ તીર્થકરદેવની શિક્ષાથી હાલ મોક્ષમાર્ગનું અસ્તિત્વ વર્તે છે એ તેમના ઉપકારને સુવિહિત પુરુષો વારંવાર આશ્ચર્યમય દેખે છે.” કાળદોષે શ્રુતસાગર વિલુપ્તઃ “કાળના દોષથી અપાર શ્રુતસાગરનો ઘણો ભાગ વિસર્જન થતો ગયો અને બિંદુમાત્ર અથવા અલ્પમાત્ર વર્તમાનમાં વિદ્યમાન છે, ઘણાં સ્થળો વિસર્જન થવાથી, ઘણાં સ્થળોમાં સ્થૂળ નિરૂપણ રહ્યું હોવાથી નિગ્રંથ ભગવાનના તે શ્રતનો પૂર્ણ લાભ વર્તમાન મનુષ્યોને આ ક્ષેત્રે પ્રાપ્ત થતો નથી. ઘણા મતમતાંતરાદિ ઉત્પન્ન થવાનો હેતુ પણ એ જ છે, અને તેથી જ નિર્મળ આત્મતત્ત્વના અભ્યાસી મહાત્માઓની અલ્પતા થઈ. શ્રુત અલ્પ રહ્યા છતાં, મતમતાંતર ઘણા છતાં, સમાધાનના કેટલાક સાધનો પરોક્ષ છતાં, મહાત્મા પુરુષોનું ક્વચિતત્વ છતાં, હે આર્યજનો ! સમ્યકુ-દર્શન, શ્રતનું રહસ્ય એવો પરમપદનો પંથ, આત્માનુભવના હેતુ, સમ્યક ચારિત્ર અને વિશુદ્ધ આત્મધ્યાન આજે પણ વિદ્યમાન છે એ પરમ હર્ષનું કારણ છે.” જેનાભાસે પ્રવર્તિત મતમતાંતરો : “દિગંબર અને શ્વેતાંબર એવા બે ભેદ જિનદર્શનમાં મુખ્ય છે. મતદૃષ્ટિથી તેમાં મોટો અંતર જોવામાં આવે છે. તત્ત્વદૃષ્ટિથી તેવો વિશેષ ભેદ જિનદર્શનમાં મુખ્યપણે પરોક્ષ છે; જે પ્રત્યક્ષ કાર્યભૂત થઈ શકે તેવા છે, તેમાં તેવો ભેદ નથી, માટે બંને સંપ્રદાયમાં ઉત્પન્ન થતા ગુણવાન પુરુષો સમ્યગુદૃષ્ટિથી જુએ છે, અને જેમ તત્ત્વપ્રતીતિનો અંતરાય ઓછો થાય તેમ પ્રવર્તે છે. જિનમાર્ગના સ્વયંસંબુદ્ધ વર્તમાન પ્રભાવક શ્રીમદ્ રાજચંદ્રજી
SR No.032320
Book TitleRajgatha
Original Sutra AuthorN/A
AuthorPratap J Tolia
PublisherVardhaman Bharati International Foundation
Publication Year2018
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy