SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ “શ્રીમદ્ રાજચંદ્રનું લખાણ ગદ્ય-પદ્ય સ્વરૂપનું છે. શ્રીમદ્ગી સૂક્ષ્મ ધર્માનુભૂતિને તંતોતંત શબ્દબધ્ધ કરવામાં ગુજરાતી ભાષાની અપરંપાર શક્તિનાં દર્શન થાય છે. શ્રીમનું લખાણ એ રીતે, અત્યંત સમૃધ્ધ એવા ગુજરાતી ગદ્યનાં શબ્દોનું સેવન કરીએ છીએ ત્યારે એક મહાન ગંભીર આત્માનો ખળભળાટ સંભળાય છે. અને તે સાથે જ આત્મદર્શનની પૂર્ણ પૂર્ણિમાની કૌમુદી નીચે શાતાભર્યા લહેરાતા. ચિત્ત પારાવારનો પણ અણસાર મળે છે.” શ્રીમદ્ રાજચંદ્રની જીવન તવારિખમાં વિ.સં. ૧૯૨૪માં જન્મથી લઈને વિ.સં. ૧૯૫૭માં દેહવિલય વચ્ચેનાં ૩૩ વરસનાં અલ્પઆયુષ્યમાં પણ સત્વશીલ ગદ્ય-પદ્ય સાહિત્યનું સર્જન તેમજ ભગવાન મહાવીરે પ્રબોધેલા “વીતરાગમાર્ગના પ્રરુપક અને પ્રકાશક શ્રીમદ્ “નહીં તૃષ્ણા જીવ્યા તણી, મરણયોગ નહીં ક્ષોભ.” પોતાના જ આ અંતિમ સંદેશને ચરિતાર્થ કરે છે. વિ.સ. ૧૫૦માં શ્રીમદ્ રાજચંદ્ર મુંબઈમાં મહાત્મા ગાંધીજીનાં ૨૦ પ્રશ્નોનાં જવાબ આપી તેમની ધર્મ પ્રત્યેની શ્રદ્ધાને વધારે બળવાન બનાવે છે. હું પોતે શ્રીમદ્ગા જીવન-દર્શનથી પૂર્ણ લાભાન્વિત નથી, પણ જે સંદર્ભિત માહિતી-સાહિત્ય પ્રાપ્ત થયું છે તેનું ચિંતન-મનન ચાલુ છે. આ ધર્મબોધ, કલ્યાણકારી જીવન સંદેશ ભવિષ્યમાં શેર કરીશ જ... શ્રીમના વિચારોનો પ્રચાર-પ્રસાર એ વર્તમાન જગતહિતકારી છે. આપણે અહીં “શ્રીમ’નાં જૈન ધર્મ દર્શનને કેન્દ્ર સ્થાને રાખીને નિવૃત્તિ પછી પણ સવિચારોનાં પ્રચાર-પ્રસાર માટે સતત પ્રવૃત્તિ કરતા રહેતા અમરેલીની પ્રતાપરાય આર્ટ્સ કોલેજનાં ભૂતપૂર્વ પ્રા. અને અમરેલીનાં વતની, હાલ બેંગ્લોર નિવાસી એવા પ્રતાપભાઈ ટોલીયાને પણ સાદર યાદ કરીએ. તેમનો વિસ્તારથી પરિચય આપવો પડે તેટલી બધી તેમની સખ્રવૃત્તિઓનો વ્યાપ છે. ધ્યાન અને સંગીત દ્વારા જેન ધર્મગ્રંથોની વિચારધારાને તેમણે રજુ કરી છે. અનેક સઉપયોગી પુસ્તકો લખ્યાં છે, સંપાદન કર્યું છે, પ્રકાશિત કર્યા છે, ધ્યાનશિબિરો આયોજીત કરતા રહે છે. ઉત્તમ સંગીતકાર ગાયક એવા આ પ્રા. પ્રતાપભાઈ ટોલીયાની સાથે તેમનાં ધર્મપત્ની પ્રા. સુમિત્રાબેન ટોલીયા સહિત અનુરાધા પૌડવાલ, કવિતા કૃષ્ણમૂર્તિ, વાણી જયરામ સહિત અનેક ભાવમધુર કંઠોએ સાથ આપ્યો છે. તેમની બેંગ્લોરમાં ૧૯૭૧માં સ્થાપાયેલ વર્ધમાન ભારતી સંસ્થા મુખ્યત્વે આધ્યાત્મિકતા, ધ્યાન, સંગીત અને જ્ઞાનને વરેલી સંસ્થા છે. આ સંસ્થાનું અમરેલી કેન્દ્ર એટલે મૂળ અમરેલીમાં ગાંધી શેરીમાં આવેલ ટોલીયાનો ડેલો. કેન્દ્ર કલ્પના એટલે કોઈ વિશાળ એવું પરિસર, હોલ, બિલ્ડીંગ કે આશ્રમ નહીં પરંતુ ખુલ્લા આકાશ તળે. આવેલ ઓટલો. છ-સાત દાયકા પહેલાની સંયુક્ત ડેલામાંની રહેણાક સંસ્કૃતિ : દેશી નળીયાવાળા મકાનો, કદાચ મેલાંઘેલાં લાગે પણ દિલનાં સાફ એવા માયાળુ લોકોનો વસવાટ, આ મૂળ સંસ્કૃતિના મધ્યમાં પ્રતાપભાઈએ પોતાનું જૂનું મકાન ૨૩૦ રાજગાથા
SR No.032320
Book TitleRajgatha
Original Sutra AuthorN/A
AuthorPratap J Tolia
PublisherVardhaman Bharati International Foundation
Publication Year2018
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy