SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ઊઠાવતા જૈનાચાર્ય શ્રી કાલકાચાર્યનું અને વર્તમાનમાં એક સ્થળે પૂં. ગાંધીજીનું પણ અપવાદ-કથન, અપનાવવા-આચરવાનું બોધતા જણાતા નથી? હિંસાય સન્મત્ત પૃથ્વી' (રવીન્દ્રનાથ) અહિંસા સામે આજે અનેક પ્રશ્નો અને પરિબળો ઊભાં છે. દેશમાં અનેક સ્થળોએ, અનેક કારણોએ સતત ઘોર હિંસા અને સરહદ પર તેમજ દેશ ભીતર પ્રસરેલા આતંકવાદીઓનાં નિર્દોષ નાગરિકો પરનાં રાક્ષસી આક્રમણો અને દેશદ્રોહી માર્ગભ્રષ્ટો ! આ સર્વની વચ્ચે નિર્ભયપણે મોતને મુઠ્ઠીમાં લઈ આપણે સૌ અહિંસાવાદીઓ, શાંતિસૈનિકો - બાપુ, વિનોબા, જે.પી., મહારાજ આદિની જેમ કેમ નથી પહોંચી રહ્યાં? આજે અહિંસા – વિચાર, સર્વોદય વિચારનો અવાજ ક્યાં? દેવનાર વધશાળાથી યે વિશેષ એવા પારાવાર જંગી કતલખાનાઓને ડામવા આપણે સૌ કેમ કારગત થઈ નથી રહ્યાં? જુઓ આ લેખકનું અપ્રકાશિત/શીધ્ર પ્રકાશ્ય અંગ્રેજી પુસ્તક “Why Abattoirs Abolition ?” વ્યાપક માંસાહારના પિશાચને આપણે કેમ હણી શકતા નથી ? આટઆટલા ઊહાપોહો છતાં નારીની, માતૃશક્તિની સુરક્ષાઓ કેમ સધાતી નથી ? પ્રચાર-માધ્યમો-મુખ્યતઃ મિડિયા ટી.વી. ચેનલો પરના ખુલ્લા વ્યભિચારદેશ્યોને કેમ રોકી, નાથી, સદંતર બંધ કરી શકાતા નથી? બાબાએ એક અશોભનીય પોસ્ટર આંદોલન ચલાવ્યું હતું. તેથી અનેકગણું આ વિરાટ આંદોલન આપણે ક્યારે ચલાવીશું? ભ્રષ્ટાચાર માત્ર આર્થિક ક્ષેત્રમાં જ નહીં, આ સર્વ ક્ષેત્રોમાં અત્ર, તત્ર, સર્વત્ર છે – તેને, વર્તમાનની સારીએ વિક્ષુબ્ધતાને, ક્યારે મિટાવીશું? આ બધું આપણને વ્યથિત નથી કરતું ! બાપુ-વિનોબા જ નહીં, તેમના સૂજક શ્રીમદ્જી પણ આવા ઘોર અન્યાયોની ભાલા-સમી વેદનાથી કરુણા-કંપિત થઈ વ્યથિત થઈ ઊઠતા ! ગાંધીજીએ તેમની આ વિશ્વવ્યાપક વ્યથા-કરુણાને નજરે નિહાળી છે. આપણે સૌ એ ક્યારે નિહાળીશું? એમને સમગ્ર-સ્વરુપમાં કવ જાણીશું? પુરુષનું સાચું ઓળખાણ ક્યારે કરીશું? (આ વિશે વધુ આગામી લેખાંકોમાં) (ક્રમશઃ) | | ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ | રાજગાથા
SR No.032320
Book TitleRajgatha
Original Sutra AuthorN/A
AuthorPratap J Tolia
PublisherVardhaman Bharati International Foundation
Publication Year2018
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy