SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ૫. શ્રીમન્ની જન્મ તથા પુણ્યતિથિએ તેમજ પર્યુષણ આદિ પર્વોમાં વિશેષ આયોજનપૂર્વક આરાધના. ૬. દીપાવલિના ત્રણ અહોરાત્ર સામુહિક અખંડ મંત્રધૂન. ૭. પ્રતિદિન સવારે ૯/૧oll તથા બપોર બાદ રો//૪ નિયમિત સત્સંગ-સ્વાધ્યાય. જેમાં મુખ્ય વિષય હોય છે - પરમ કૃપાળુદેવના વચનાલયે આત્મ સાક્ષાત્કાર અને તે અનુભવમાર્ગમાં પ્રવેશવાની સાધનપદ્ધતિ. નોટ : સત્સંગ અર્થે અહીં આવતા જેનોને બે ટંક ફી ભોજન તથા રહેવાની યથાશક્ય સગવડ અપાય છે. સુવા-બેસવા ચટાઈઓ સિવાય બીજી કોઈ સગવડ ચાહીને અહીં રખાઈ નથી. તથા ચા-નાસ્તાની વ્યવસ્થા આગંતુકો સૌ પોત-પોતાની સ્વતંત્રતાએ કરી લે છે. આ આશ્રમ સાથે શ્રીમદ્ભા નામને જોડવાના કારણો : પૂર્વના જન્માન્તરોમાં પરમ કૃપાળુ શ્રી તીર્થંકરદેવ આદિ ઘણા મહાજ્ઞાની સપુરુષોના મહાન્ ઉપકાર તળે આ દેહધારી દટાયેલો છે. તેઓ પૈકી બે સપુરુષોનો ઉપકાર આ દેહે એને વારંવાર સ્મરણમાં આવ્યા કરે છે - એક સ્વલિંગ સંન્યાસી યુગપ્રધાન શ્રીમદ્ શ્રી જિનદત્તસૂરિજી તથા બીજા ગૃહલિંગ સંન્યસ્ત યુગપ્રધાન શ્રીમદ્ શ્રી રાજચંદ્રજી. એ ઉભય જ્ઞાતપુત્રોની આ દેહે અસીમ કૃપા વારંવાર અનુભવતો આ આત્મા, ધીમી ગતિ છતાં મજબુતપણે આધ્યાત્મિક ઉન્નતિશ્રેણિએ આગળ વધી રહ્યો છે. યુગપ્રધાન શ્રી શ્રી જિનદત્તસૂરિજી કે જેઓ ૮૦૦ વર્ષ પૂર્વે આ ભારતભૂમિના લાખો ભવ્યોને શ્રી તીર્થકરોએ ચીંધેલા આત્મસમાધિમાર્ગે ચઢાવી વિ.સં. ૧૨૧૧ના આષાઢ સુધી એકાદશીએ માનવદેહ છોડી ગયા, તેઓ વર્તમાને શ્રી દેવેન્દ્રદેવના નામે ત્રાયત્રિશંક દેવ છે. પ્રથમ દેવલોકની સુધર્મસભામાં શકેન્દ્રના ગુરુસ્થાનને શોભાવી રહ્યા છે. તેઓ પૂર્વના ઋણાનુબંધાનુસાર આ બાળને પ્રત્યક્ષપણે અજબ પ્રેરણાઓ પૂર્વક પ્રતિદિન આશીર્વાદ આપતા રહે છે. તેમની જ પ્રેરણાથી આ દેહધારી જેમનો નિશ્ચયાત્મક આશ્રય ગ્રહણ કરી વાડેબંધીથી મુક્ત રહી નિર્ભયપણે આરાધન કરી રહ્યો છે, તેઓ શ્રીમદ્ રાજચંદ્રજીની અસીમ ઉપકાર પરંપરાની સ્મૃતિ અર્થે તેમનું પવિત્ર નામ પોતાને નિમિત્તે ઉત્પન્ન થયેલા આ આશ્રમ સાથે જોડી દેવાનું આ દેહધારીએ સાહસ કર્યું છે. ૧૮૦ રાજગાથા
SR No.032320
Book TitleRajgatha
Original Sutra AuthorN/A
AuthorPratap J Tolia
PublisherVardhaman Bharati International Foundation
Publication Year2018
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy