SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. એક જ શ્રેણિમાં બે મોટી અને આઠેક નાની ગુફાઓ, તેમાંથી એક મોટી ગુફામાં ચેત્યાલય પણ છે. જેમાં શ્રી ચંદ્રપ્રભ સ્વામીની (૧ ફુટની) પાષાણ પ્રતિમાજી તથા શ્રી પાર્શ્વપ્રભુની (૧ ઈંચ) ધાતુ પ્રતિમાજી સપરિકર બિરાજમાન છે. પૂજાવિધિ નિત્ય નિયમિત થાય છે. વળી પરમ કૃપાળુદેવની ૩૧ ઈંચની સુરમ્ય પાષાણ પ્રતિમાજી અને ચરણચિન્હ તથા તેમના ચિત્રપટો સ્થાપિત છે જેમની સન્મુખ બે વખત નિયમિત સત્સંગ તથા ભક્તિ વિગેરે નિત્ય થાય છે. આ ગુફામંદિરની અંતર્ગુફામાં આ દેહધારી આરાધના કરે છે. જેમાં એક સવા બે ઈંચનું રત્ન જિનબિમ્બ અને પરમ કૃપાળુદેવનું ૧ ફુટનું પાષાણબિમ્બ વિશેષ દર્શનીય છે. તે સિવાયની ગુફાઓમાંથી એકમાં ૧૩ વર્ષથી આ દેહધારી સાથે રહેતા બ્ર. સુખલાલ, એકમાં આશ્રમમંત્રી, એકમાં આશ્રમ ખજાનચી, એકમાં કંપલીની ભક્ત મંડળી, એકમાં આ દેહના શ્રી કાકીબા અને બાકીમાં આશ્રમનો સરસામાન વિ. છે. ૩. ગુફા શ્રેણિના ઉત્તરે અર્ધામાં શ્રેણિબદ્ધ મંડપો અને અર્ધામાં નાનું ચોગાન ઓટલાઓથી સુસજ્જ છે; તથા દક્ષિણે વિશાલ ચોગાન કંપાઉન્ડથી સુસજ્જ છે જેમાં પર્વદિવસોમાં જનસંખ્યાની અધિકતાએ વિશાલ મંડપ બાંધી સત્સંગ-ભક્તિનું આયોજન થાય છે. ૪. બંને મોટી ગુફાઓ ઉપર એક પાષાણ મંડપો યુક્ત મોટો હોલ અને સામે શ્રેણિબદ્ધ ચડાવ-ઉતાર બેઠકો છે તથા કમ્પાઉન્ડ બહાર કુંડ પાસે એક નાનો હોલ છે જેમાં માત્ર પુરુષ વર્ગ સામુહિક પણે ઉતરે છે. વળી બાહ્ય વિભાગમાં - ૫. ઓફીસરૂમ બે ખંડનો તથા તેની બંને બાજુ ઓટલાઓની શ્રેણિ. ૬. ભોજનશાળા – જેમાં રસોઈઘર, સ્ટોરરૂમો અને જમવા માટેનો લંબાયમાન હોલ વિગેરે છે. આ ભોજનાલય નિઃશુલ્ક ચાલે છે. એના દ્વાર બહાર જમણે હાથે એક વિશાળ ચોતરો છે. ૭. આશ્રમના સામાન માટે અને નોકરી માટે રસોઈઘરની પાછળ પાંચ રૂમો છે જેમાંના બેમાં હમણાં સત્સંગિની બૅનો ઉતરે છે. તેની પછી તે ગૌશાળા છે જેના વડે નિઃશુલ્ક ભોજનશાળામાં છાશ-કઢીની સુગમતા રહે છે અને અશુદ્ધ ઘી-દૂધના ત્યાગી વ્રતધારીઓની સેવાનો લાભ પણ લેવાય છે, કારણ કે અહીં વ્હે. દિ. ઉભય શ્રેણિનો ત્યાગી વર્ગ આવે છે. તેમાંથી દિ. ત્યાગી વર્ગની આહારવિધિ પણ સાચવવી પડે છે. એમાં બજારૂ કોઈ ચીજ વપરાય નહીં - એવો નિયમ હોય છે.
SR No.032320
Book TitleRajgatha
Original Sutra AuthorN/A
AuthorPratap J Tolia
PublisherVardhaman Bharati International Foundation
Publication Year2018
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy