SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ આશ્રમ નિર્માણ કાર્ય માટે શ્રદ્ધાળુઓએ પરસ્પર મળી ફંડ એકત્ર કર્યું અને એક શિવભક્ત ગુત્તી-તોટપ્પાએ ખડે પગે રહીને એક મહિનામાં ગુફામંદિર તૈયાર કરાવ્યું. જેથી વિ.સં. ૨૦૧૭ના અષાઢ સુદી એકાદશીએ ઘણા જ ઉલ્લાસપૂર્વક આ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમની સ્થાપના તથા ગુફામંદિરમાં પરમકૃપાળુ દેવના ચિત્રપટ્ટની સ્થાપના કરવામાં આવી. ટ્રસ્ટી મંડળ રચાયું જેમાં પ્રમુખપદે સરલહદયી મારવાડી સમાજના આગેવાન શ્રી સુખરાજજી જૈન; મંત્રીપદે હોસ્પેટના વર્તમાન કોંગ્રેસ પ્રેસિડન્ટ શ્રી એસ.પી. પેવરચંદજી જૈન અને ખજાનચીપદે સેવાભાવી શ્રી હરખચંદજી જૈન ચુંટાયા. જેમાંથી પ્રમુખ હતા તેમને ગત વર્ષે ખજાનચી બનાવવામાં આવ્યા છે અને આ વર્ષે પ્રમુખપદે મોકલસર નિવાસી શ્રી વંશરાજજી હુંડીયા ચુંટાયા છે, તથા મંત્રી તેના તે જ છે. નિર્માણ કાર્ય આગળ વધવા માંડ્યું. આગંતુકો માટે ભોજન વ્યવસ્થા શરૂ થઈ ભક્તિ-સત્સંગમાં જનસંખ્યા વધવા માંડી અને જૈનધર્મનો ડંકો આ પ્રદેશમાંના શૈવોને કાને અથડાવા લાગ્યો. આ ક્ષેત્રમાં શૈવોનું એકછત્રી રાજ્ય હતું. તેઓએ જૈન સંપ્રદાયના નામ નિશાન મટાવી દીધાં હતાં, તેઓમાં આ જૈનોનો પગદંડો એકાએક જામતો જોઈ ખળભળાટ મચી ગયો. “તિના તારામાપિ, વ્હત્ જિનમંદિર' – આ પોતાના વારસાગત સિદ્ધાંતને વફાદાર થવા તેઓ સંગઠિત થયા, અને પોતાના વારસાગત માની લીધેલા શત્રુઓને ઉગતાં જ દાબી દેવા તેઓએ કમર કસી. તેમને ઉશ્કેરનાર હોસ્પેટમાં રહેતો શિરોહી-મારવાડનો એક ધનસમ્પન સોનારો હતો. તેણે તન-મન-ધન ખર્ચવા પોતાના જાતિ ભાઈઓને અને લડાઈ લડવા અહીંના કનડીઓને સજ્જ કર્યા. શામ, દામ અને ભેદ નીતિ વડે તેઓ ફાવ્યા નહિ ત્યારે દંડનીતિ અપનાવીને મારપીટ અને લુંટફાટ વડે આશ્રમવાસીઓને ભગાડવા તેઓએ એક ગુંડાઓનું ટોળું મોકલ્યું, પણ આશ્ચર્ય ! ગુફામંદિર આગળ તે ટોળું જમા તો થયું, પણ ગુફાના દ્વાર ખુલ્યા હોવા છતાં કોઈ અંદર પ્રવેશી જ ન શક્યું. તેઓના પગ અટકી ગયાં, હાથ પડી ગયાં અને ગભરાઈને તેઓ બાપડા ચુપચાપ પલાયન થઈ ગયાં. આખરે રાજ્યાશ્રમ લેવા તેઓ યાવત્ મિનિસ્ટરો પર્યત પહોંચ્યા. “અમારા મહાદેવજીને અદેશ્ય કરી એક જૈન મહાત્માએ અમારી દત્તાત્રય ગુફાનો કન્નો લઈ અમારા ઉપર અન્યાય કર્યો છે- એવા આશયની પત્રિકાઓ છપાવીને તેઓએ
SR No.032320
Book TitleRajgatha
Original Sutra AuthorN/A
AuthorPratap J Tolia
PublisherVardhaman Bharati International Foundation
Publication Year2018
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy