SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ આથી શ્રીમદ્જીની ગાંધીજી-સર્જનનક્ષમતાનાં અનેકોમાંના આ દેખાઓનાં આટલાં કથનો પર્યાપ્ત છે. આ અલ્પ-લેખક દ્વારા પણ કાકાસાહેબ કાલેલકરના હાથે પ્રસ્તુત ગાંધી શતાબ્દી નાટ્ય-લેખન પ્રતિયોગિતામાં ભારતમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત હિન્દી/અંગ્રેજી નાટક 'Hereftch' “The Great warrior of Ahimsa” Hi 341 g aid olla કલાત્મકરૂપે વ્યક્ત કરાઈ છે – કરી શકાઈ છે એ સદ્ભાગ્ય છે. મહપુરુષોએ ઓળખ્યા : ગુજરાતે ? હવે અહીં પ્રશ્ન એ છે કે ઉપર્યુક્ત અનેક દૃષ્ટાઓ તો શ્રીમજી અને ગાંધીજીની ક્ષમતાને ઓળખી શક્યા, પણ આ બંને મહામાનવોની જ જન્મભૂમિ એવું ગુજરાત હજુ શ્રીમદ્જીને ઓળખી શક્યું - જાણી શક્યું - સાચા અર્થમાં મૂલવી શક્યું છે ખરું ? પોતાના જ હીરાને પારખી શક્યું છે ખરું? ગુજરાતમાં શ્રીમદ્ભા નામના અનેક આશ્રમો છે જે ભક્તિ-સ્વાધ્યાય-ધ્યાનની સાધનાઓ દ્વારા અને ઘણા સ્થળે વધુમાં પ્રત્યક્ષ જનસેવા દ્વારા પણ શ્રીમદ્જીના લોકોપકારક બોધને પ્રસરાવતા રહ્યા છે. પરંતુ જનસામાન્ય? શિક્ષિત વર્ગ? વિદ્વદ્ જન ? સાધકવૃંદ ? કેટલાક હજુ તેમને જૈન સમાજના જ માને છે ! તો થોડા પણ જેન બંધુઓ તેમને પ્રશ્નદૃષ્ટિએ જુએ છે ! વળી ઘણા તેમને અને ખાસ તો તેમની “ગુજરાતી ભાષાને પણ અપ્રાસંગિક, અપ્રસ્તુત, કવિ તરીકે નિરર્થક માનવા સુધી ચાલ્યા જાય છે ! આવા “ભાષા-વીરોને કાકાસાહેબ કાલેલકર શ્રીમમાં રહેલા અનુભવી અને પ્રયોગવીર એવા સાર્થ કવિનું દર્શન કરવા સૂચવે છે : શ્રીમદ્ અનન્ય પ્રયોગવીર અને સાર્થ કવિ. કવિ એટલે અનુભવી, કવિ એટલે જીતેલો, કવિ એટલે ક્રાંતદર્શી. જીવનના બધા મહત્ત્વના સવાલોનો ઉકેલ જેને હાથ લાગ્યો છે તે. એમનું (શ્રીમદ્ રાજચંદ્રજીનું) કવિપદ આવા વિશાળ અર્થમાં સાર્થ થાય છે.” (પરિચય, પ્રભાવ, પ્રતિભાવ, પૃ. ૩૫) આ જ રીતે તેમની ભાષાને અપ્રાસંગિક, અપ્રસ્તુત, પુરાણી, સમજ બહારની ગણનારા વર્તમાન ભાષા-વિદોએ કવિશ્રી ઉમાશંકર જોશી જેવા ક્રાન્તદેષ્ટા કવિનું જ આ ગંભીર કથન વિચારવું રહ્યું - રાજગાથા
SR No.032320
Book TitleRajgatha
Original Sutra AuthorN/A
AuthorPratap J Tolia
PublisherVardhaman Bharati International Foundation
Publication Year2018
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy