SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ હરપનહલ્લી ગામથી ૧૬ માઈલ દૂર અનજીગામથી પ્રાપ્ત એક શિલાલેખમાંથી એમ જાણવા મળે છે કે અહીંના કરો અને કાંચીના પલ્લવોનું પરસ્પર ભીષણ યુદ્ધ થયું હતું. છઠ્ઠી સદીના મધ્ય ભાગમાં ચાલુક્યવંશી રાજા કીર્તિવર્મને આ ભૂમિ પોતાને અધીન કરી હતી. આ ચાલુક્યવંશી રાજાઓને, પહેલેથી જૈન હોઈ પાછળથી બાહ્યપરિસ્થિતિવશ શૈવ બનવું પડ્યું હતું. તે પછી દશમી સદીના પ્રારમ્ભ પર્યત રાષ્ટ્રકૂટ રાજાઓએ અહીં રાજ્ય કર્યું. દશમી સદીના ત્યાર પછીના સમયમાં ગંગવંશી અને અગિયારમીમાં પશ્ચિમી ચાલુક્યવંશી રાજાઓ અહીં સત્તાધીશ રહ્યા. ચાલુક્યવંશી રાજા તૈલ-દ્વિતીયના શિલાલેખ હરપનહલ્લીની આસપાસના ‘ભાગલી” અને “કોગલી' ગામોના જિનાલયોમાં ઉપલબ્ધ છે. વળી કોગલીજિનાલયમાં હોય સાલવંશી રાજા વીરરામનાથના પણ બે શિલાલેખ વિદ્યમાન છે. કાલાન્તરે ભારતમાં ઉત્તર સીમાડેથી મુસલમાનો પ્રવેશ્યા. તેઓ ઉત્તર વિભાગથી ભારત ઉપર આધિપત્ય જમાવતા-જમાવતા યાવત્ અહીંની તુંગભદ્રા નદીના ઉત્તર કિનારા પર્યત પહોંચી આવ્યા. નદીની ઉત્તરીય સીમામાં આવેલા આનેગુંદી રાજ્યના કે રાજા જમ્બુકેશ્વર અને મહમદબીન તુઘલખ અને તેના સેનાપતિ મલ્લિક કાફિરે સન્ ૧૩૧૦માં હરાવી તે રાજ્ય હડપી લીધું. આવા કપરા કાળમાં તુંગભદ્રા નદીના દક્ષિણ કિનારાથી માંડી કન્યાકુમારી પર્વતના હિન્દુ રાજાઓ સ્વબચાવ અર્થે સંગઠિત થઈ યદુવંશી હુક્કરાયને મંડલેશ્વર બનાવી જાગરૂક રહ્યા અને સન્ ૧૫૫ પર્યત મુસલમાનોને આ તરફ પ્રવેશવા ન દીધા. હુક્કરાય નિઃસંતાન હતો. તેથી તેણે પોતાના અનુજ બુક્કરાયને પોતાનો ઉત્તરાધિકારી બનાવ્યો. આનેગુંદી નરેશ જબુકેશ્વરની પુત્રી ગૌરાંદેવી સાથે બુક્કરાય પરણ્યો હતો, તેની સંતાન પરિપાટી ચાલી. એ બંને ભાઈઓ વિદ્યારણ્ય સ્વામીના ભક્ત હતા. સ્વામીજી સુવર્ણસિદ્ધિ જાણતા - હતા. તેમની કૃપા પ્રાપ્ત કરી એ બંધુયુગલે વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો. સન્ ૧૩૩૬માં ૬૦ માઈલના ક્ષેત્રફળ વિસ્તારવાળું વિજયનગરનું નિર્માણકાર્ય પ્રારંભાયું. તે પહેલાં અહીં હેમકૂટને અડીને ઉત્તરીય ખીણમાં હેપી ગ્રામ અને દક્ષિણે ૧૨ રાજગાથા
SR No.032320
Book TitleRajgatha
Original Sutra AuthorN/A
AuthorPratap J Tolia
PublisherVardhaman Bharati International Foundation
Publication Year2018
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy