SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ અનેક સંતો, વિનોબાજી અને કૃષ્ણમૂર્તિ પછી શ્રીમદ્ રાજચંદ્રજી પ્રત્યેનું તેમનું આ વલણ અને તેમને પચાવતો અભિગમ આપણને ઘણું ઘણું કહી જાય છે. તેમના આ પ્રદાનને આપણે, તેમની અનંતયાત્રા વેળાએ સ્વીકારીને તેમને હૃદયની અંતરાંજલિ અર્પીએ અને તેમના વિદેહગત ઊર્વાત્માને પ્રણમી વિરમીએ – દેહ છતાં જેની દશા, વર્તે “દેહાતીતના સ્થાને વિદેહ જતાંય જેની દશા વર્તે “દેહાતીત' કહીને તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત !” (“બિરાદર’: ઓગસ્ટ ૨૦૦૯) ધ્યાનસંગીત – અંતર્યાત્રા શ્રીમદ્ રાજચંદ્ર, શ્રી વિમલાતાઈ તથા શ્રી ગુરુદયાલ મલિક વગેરે મહાનુભાવોનો પ્રેમ પ્રાપ્ત કરનાર બેંગ્લોર નિવાસી શ્રી પ્રતાપભાઈ ટોલિયા પોતે જીવનસાધક છે, સંગીતના ઊંડા જ્ઞાતા છે. તેઓના પત્ની શ્રીમતી સુમિત્રાબેન તથા પુત્રી ભવિતા સાથે તેઓ ધ્યાનસંગીત દ્વારા અધ્યાત્મ, યોગ, ભારતીય સંસ્કૃતિ તથા જૈનધર્મના મૂળ તત્ત્વ રજૂ કરે છે. તેઓ તા. ૨૩ એપ્રિલ, શનિવારના રોજ વિમલ સૌરભ, વાણિયાવાડી, શેરી નં. ૯, રાજકોટ ખાતે સાંજે ૬.૩૦ થી ૯.૦૦ વાગ્યા સુધી કવિલોક સરિતાથી આત્માના આનંદલોકના સાગર સુધીની પ્રસ્તુતિ રજૂ કરશે. જેમાં જૈન સૂત્રો, ઉપનિષદો, રવીન્દ્ર સંગીત, સપ્ત સંગીત વગેરેનું ગાન કરશે. રસ ધરાવતા મિત્રો આ લાભ લેવા અચૂક હાજર રહે તેવું નિમંત્રણ ગુજરાત બિરાદરી-રાજકોટ કેન્દ્ર તરફથી છે. (ધ્યાન સંગીત) વર્ધમાન ભારતી - C/o. પ્રતાપભાઈ ટોલિયા તરફથી ચાર ઓડિયો સી.ડી. મળેલ છે. ૧. મેરી ભાવના - અનુભવવાણી – શબ્દ મહિમા 2. Musical Performance in U.S.A. ૩. કહત કબીરા 8. Music for Meditation રસ ધરાવતા મિત્રો નીચેના સરનામે સંપર્ક કરે : JINA-BHARATI Vardhaman Bharti International Foundation Prabhat Complex, K. G. Road, BANGALORE-560009. (‘બિરાદર’ : ઓગસ્ટ ૨૦૦૯) વિમલાતાઈની સર્વોદયથી સમગ્રતા અને સપ્તભાષી સુધીની અનંતને સથવારે જીવનયાત્રા ૧૫૧
SR No.032320
Book TitleRajgatha
Original Sutra AuthorN/A
AuthorPratap J Tolia
PublisherVardhaman Bharati International Foundation
Publication Year2018
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy