SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ રાજગાથા : શ્રીમદ્ રાજચંદ્ર જીવન-દર્શન-૧ ગુજરાતના ગાંધીજીના આધ્યાત્મિક માર્ગદર્શક અને ગુજરાતના સપૂત શ્રીમદ્ રાજચંદ્રજીને ગુજરાતે જાણ્યા છે? - પ્રા. પ્રતાપકુમાર જ. ટોલિયા, બેંગલોર pratapkumartoliya@gmail.com (M) 09611231580 (લેખાંક-૧) પૂર્વભૂમિકા : મહાત્માજીની સર્જના “બાપુ-ગાંધીજીની હિન્દુ ધર્મમાં શ્રદ્ધા સુદઢ કરવામાં રાયચંદભાઈ-રાજચંદ્રજી નિમિત્તરૂપ બન્યા, એ સેવા એમના હાથે સ્વાભાવિક રૂપે ઘટિત થઈ હતી, પરંતુ જનતાની દૃષ્ટિએ એ તેમનું સર્વોત્તમ કાર્ય હતું. મારા અભિમતમાં તેમની સર્વોત્કૃષ્ટ સેવા હતી – તેમના (ગાંધીજીના) અંતરમાં આત્મ-સાક્ષાત્કારની લગન જગાડવી.”* – આચાર્ય વિનોબાજી (પવનારથી ૧૭-૧૧-૧૯૩૫ના લિખિત મરાઠી પત્રમાં સંદર્ભ “સપ્તભાષી આત્મસિધ્ધિ' પૃ. ૧૬૭) આ મહત્ત્વની વાત પૂ. બાબાએ “શ્રીમદ્ રાજચંદ્ર શીર્ષક વચનામૃત, ગાંધીજી શ્રીમદ્જી વચ્ચેનો ૨૭ પ્રશ્નોનો પત્રવ્યવહાર અને શ્રીમાં પદોનો સળંગ અભ્યાસ, તેમના ધુળિયા જેલવાસ દરમ્યાન નિરાંતે કરી ગયા પછી, એક પત્રમાં અનુજ બાળકોબાજીને લખેલી, જેમના પર તેમના અનેક પત્રો આ વિષય પર લખાયેલા અને જેમને તેમણે શ્રીમતું ઉપર્યુક્ત સારું યે સાહિત્ય અધ્યયનાર્થે સોપેલું. - પૂ. બાળકોબાજીએ પણ આ શ્રીમદ્રસાહિત્યનું ઊંડું અને સમગ્ર અધ્યયન કર્યું અને ઉરૂલીકાંચનમાં તેમના સાનિધ્યમાં દીર્ઘ અભ્યાસ કરતાં આ સારાયે વિનોબાપત્રોની પ્રતિલિપિ તેમણે આ લખનારને કરવા આપી. અનેક મહત્ત્વનાં શ્રીમસર્જનનાં વિષયો તેમાં હતા. આથી એ પ્રકાશિત કરવા સીધી પૂ. બાબાની જ અનુમતિ મેં માગી. આ પૂર્વે અનેક પદયાત્રાઓમાં બાબાનું અંતરંગ સાનિધ્ય સાંપડેલું, મારી જિજ્ઞાસાઓનું સમાધાન તેઓ કરતા, એટલું જ નહીં, મારી સિતાર પર શ્રીમદ્દ પદો તો તેઓ * આ પત્રનો ઉત્તરાર્ધ વિનોબા-સાહિત્યના 13મા ખંડ પત્ર-મંજૂષા પૃ. 426) શ્રીમદ્ રાજચંદ્રજીને ગુજરાતે જાણ્યા છે?
SR No.032320
Book TitleRajgatha
Original Sutra AuthorN/A
AuthorPratap J Tolia
PublisherVardhaman Bharati International Foundation
Publication Year2018
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy