SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ આ ઘોર કળિયુગમાં - આ પંચમકાળમાં, સુખસુવિધાઓની જ કામના કરનાર, દેહાસક્ત મનુષ્યોના આ યુગમાં આવા અડગ રહેનાર આ ‘સહજાનંદઘન’ નામ ધારણ કરનાર આ ભદ્રમુનિ કોણ હતા ? કઈ માટીના બનેલા હતા તેઓ ? કઈ સ્વનામધન્યા માતાના પુત્ર હતા તેઓ ? ક્યાંથી પધાર્યા હતા તેઓ અને કેવા કેવા ઉપસર્ગપરિષહોની વચ્ચે એમણે પોતાનો આત્મવિકાસ કર્યો હતો ? એમના દેહનો... બાહ્ય જીવનનો પરિચય પૂછનાર પ્રશ્નકર્તાને તેઓએ પ્રત્યુત્તર આપતાં ઠીક જ કહ્યું હતું : “નામ સહનાનંન્ મેરા, નામ સહનાનંવ, અગમ વેશ, અભદ્ધ નાર વાસી મૈં નિર્દે... ।'' છતાં ય, એમના આંતિરક સૂક્ષ્મ પરિચયની સાથે સાથે એમનો બાહ્ય-સ્થૂળ પરિચય મેળવવા માટે થોડી બાળચેષ્ટા કરીએ... હા... બાળચેષ્ટા જ ને - ભદ્રમુનિજી સમાન સ્વાનુભૂતિસંપન્ન મહાપુરુષોના જીવનનો સ્થૂળ તેમજ સૂક્ષ્મ - સમગ્ર પરિચય' સાચા અર્થમાં મેળવવો (In right Perspective) અત્યંત દુષ્કર હોવાથી આપણે માટે એ સંભવ ક્યાંથી ? તેઓની અકલ્પ્ય ઊંચાઈને માપવાની ક્ષમતા આપણા અધૂરા, તૂટ્યા-ફૂટ્યા માનદંડોમાં ક્યાં હોય ? એમનો વાસ્તવિક પરિચય અર્થાત્ એમની સમગ્ર જ્ઞાનદશાને સમજવાનો પ્રયત્ન કરવો મુશ્કેલ. આ વસ્તુને તેઓએ પોતાની અત્યંત અર્થગંભીર, મહાન રચના સમજ્ઞતારમાં આલેખી છે જેની વિચારણા આપણે આગળ ગ્રંથના અંતિમ પૃષ્ઠોમાં અવસરે કરીશું. - સહજાનંદઘનજી, પૂર્વનું મુનિ-નામ ‘ભદ્રમુનિ', દીક્ષા પહેલા શ્રાવક જીવનનું નામ - મૂળ નક્ષત્રમાં જન્મેલા હોવાથી - મૂળજીભાઈ. આ દેહને ધારણ કરવા તો તેઓ આવ્યા હતા ગુજરાતના કચ્છમાં ડુમરા નામક ગામમાં વિક્રમ સંવત ૧૯૭૦ની ભાદ્રપદ માસની શુક્લ પક્ષની પૂર્ણાતિથિ દસમી (30-8-1913)ના શુભ દિવસે, પરંતુ આ જન્મની પહેલાના તો અનેક જન્મોની એક મહાશૃંખલાની એક પૃષ્ઠભૂમિ હતી. પણ એ શૃંખલાના સંબંધમાં ઊંડા ઉતરવાને બદલે આપણે વિવિધ પ્રસંગોમાં એમના સ્વયંના શબ્દોમાં જ કથિત પૂર્વકથાના કેટલાક સંકેતોને જ આધાર માની ચાલીએ. તેઓએ પોતાની સંક્ષિપ્ત આત્મકથામાં તેમજ અન્ય અનેક વખત ઉલ્લેખ કર્યો છે અને કહ્યું છે કે તેઓ વીસમા જૈન તીર્થંકર ભગવાન શ્રી મુનિસુવ્રત સ્વામીની નિશ્રામાં નિગ્રંથ મુનિ હતા અને કર્ણાટકની આ હંપી ક્ષેત્રની યોગભૂમિમાં જ પ્રભુની સાથે ભદ્રમુનિની પૃષ્ઠભૂમિ ૧૨૯
SR No.032320
Book TitleRajgatha
Original Sutra AuthorN/A
AuthorPratap J Tolia
PublisherVardhaman Bharati International Foundation
Publication Year2018
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy