SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ મહિમા !! બંને ભિન્ન-ભિન્ન ભાષાના વાણીરૂપોના પ્રેરક-સર્જક અને ગાન કરનાર પણ કેવા મહાન પુરુષો... !!! અંતિમ શ્રુતકેવલી ભદ્રબાહુસ્વામી, શ્રીમદ્ રાજચંદ્રજી અને ભદ્રમુનિ સહજાનંદઘજી... સર્વ આર્ષદ્રષ્ટા, યુગપુરુષ, યુગપ્રધાન મહામાનવ... ! ભદ્રબાહુસ્વામીના ચરણોથી પવિત્ર બનેલી ઉર્વરા ભૂમિ પર ભદ્રમુનિ પધાર્યાં - શ્રીમદ્ રાજચંદ્રજીનો, મહાવીર પ્રભુ દ્વારા પ્રણીત જિનમાર્ગનો, યુગસંદેશ લઈને : ભગવાન મહાવીરનો એ જ વર્તમાનકાલીન યુગબોધ કે જેને ચૌદ પૂર્વધર મહાજ્ઞાની, મહાપ્રાણ-ધ્યાની, અંતિમ શ્રુતકેવલી યુગપ્રધાન ભદ્રબાહુ સ્વામીએ ક્યારેક અહીંની યોગભૂમિમાં બીજના રૂપમાં વાવ્યો હતો. અહીંની પ્રાણસભર હવામાં લહેરાવ્યો હતો. અહીંની ગિરિકંદરાઓમાં ગાઈને ગુંજાવ્યો હતો... બસ - મૂળ માર્ગની એ જ પ્રભુવીરની વાણીને, શ્રીમદ્ભુ દ્વારા ગુંજાયમાન મંત્રને, ફરી ગુંજાવવો હતો... એ મૂળ ધ્વનિ હતો - આત્માનો... જડ દેહથી ભિન્ન કેવળ ચેતન-આત્માનો...ચૈતન્યાત્માનો ! શતાબ્દિઓથી વિસ્તૃત સ્વયં વીતરાગ માર્ગના જ આત્માનો !! દેહાર્થમાં, જડક્રિયા અને શુષ્ક જ્ઞાનમાં ડૂબી ગયેલ મહાસમર્થ, અનંત વીર્યવાન આત્માનો !!! આ બધા મહાપુરુષોએ એ વીરવાણીને જ અહીં અલખ જગાવીને મુક્ત કંઠે ઘોષિત કરી, પ્રતિઘોષિત કરી. ભગવાન મહાવીર, સુધર્માસ્વામી, ભદ્રબાહુસ્વામી, કુંદકુંદાચાર્ય, શ્રીમદ્ રાજચંદ્ર... સર્વના એ આત્મઘોષના દુંદુભિનાદને ભદ્રમુનિસહજાનંદઘનજીએ કર્ણાટક તેમજ દક્ષિણ ભારતની ભૂમિનાં કણ-કણમાં ગુંજાવી દીધો. બધે જ એમનો મસ્તીસભર આ તાત્ત્વિક ગાનનો ઘોષ ગુંજવા લાગ્યો - એમની ખનકાર કરતી, સૌની પ્રમાદ નિદ્રાનો ભંગ કરતી ખંજરીના ઝણકારની સાથે :“હું તો આત્મા છું જડ શરીર નથી.” “સહજાત્મસ્વરુપ પરમ ગુરુ...” “સહજાનંદી શુદ્ધ સ્વરુપી અવિનાશી હુ આત્મા છું....” “ભિન્ન છું સર્વથી સર્વ પ્રકારે.' “આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે” “કેવળ નિજસ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન... ભદ્રમુનિની પૃષ્ઠભૂમિ ૧૨૦
SR No.032320
Book TitleRajgatha
Original Sutra AuthorN/A
AuthorPratap J Tolia
PublisherVardhaman Bharati International Foundation
Publication Year2018
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy