SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ પોતાના વિષે પ્રાયઃ ચુપ રહ્યાં - જ્યાં જ્યાં પોતાના વિષે જણાવવું, કહેવું કે લખવું પડ્યું, તે પણ નિરુપાયે, સહજપણે અને સંક્ષેપમાં. પરંતુ જગતે, આપણે, સ્વહિતાર્થે, તેમના આ 2014 ૨૦૧૪ના જન્મશતાબ્દી વર્ષે તેમનો અલ્પ-પરિચય પામવો આવશ્યક, ઉપકારક, ઉપાદેય થશે. ગુજરાતના, ખાસ કરીને જેમની કાયા કચ્છની રહી તેવા ખમીરવંતા કચ્છપ્રદેશના તેમાંય જેમની દેહ-જન્મ જ્ઞાતિ “કચ્છી વિશાઓશવાળ જેને' કુળની રહી તેના કેટલા ભાગ્યશાળી ભાઈ-બહેનો તેમને ઓળખે છે? ઓળખવાનું – બહારથી અને અંદરથી બંને રીતે. પ્રથમ બહારની ઓળખ તો ટૂંકામાં મેળવીએ તો શ્રી ભદ્રમુનિનો દેહજન્મ થયો કચ્છ ડુમરા ગામમાં – મૂળજીભાઈના નામે, મૂળા નક્ષત્રમાં, વિ.સં. ૧૯૭૦ના ભાદ્રપદ સુ. ૧૦ સૂર્યોદય સમયે, અંગ્રેજી દિનાંક 30-8-1914 ના શુભદિને. પિતામાતા હતા પરમાર ગોત્રીય વિશા ઓશવાળ અંચલગચ્છીય સુશ્રાવક શ્રી નાગજીભાઈ સામતભાઈ કારાણી અને ધન્ય માતેશ્વરી સુશ્રાવિકા નયનાદેવી. તેમના નાના ભાઈ બહેનો હતા શ્રી મોરારજીભાઈ અને મેઘબાઈ-ભાણબાઈ અને પિતરાઈ ભાઈઓ શ્રી વિસનજી ભાણજીભાઈ, શ્રી જેઠાલાલ ભાણજીભાઈ અને શ્રી પ્રેમજીભાઈ. માની મીઠી ગોદમાં જ શ્રી નવકાર મહામંત્ર, જિન ચોવિસી ઈ. ધર્મસંસ્કાર અને યતિશ્રી રવિસાગરજી પાસેથી તેઓ વિશેષ ધાર્મિકજ્ઞાન પામ્યા. ધાર્મિક સંસ્કાર ઉપરાંત વ્યાવહારિક ભણતર માટે તેમને ડુમરાના છાત્રાલયમાં દાખલ કરાવાયેલા, જ્યાંથી તેઓ શિક્ષકો અને વિદ્યાર્થીમિત્રોનો પ્રેમ સંપાદન કરી પ્રતિ રવિવારે ઘેર આવતા અને પોતાની નવકારમંત્ર શ્રદ્ધા અને નિર્ભયતાનો પરિચય સર્વત્ર કરાવતા. અનેક જન્મોના પૂર્વસંચિત કર્મો અને પૂર્વાનુભવોના સંસ્કારોને કારણે આ યોગીશ્વર દેહધારીનો બાલ્યાકાળ રોમાંચક બની રહ્યો. તેમણે પોતે જ નિખાલસ સહજપણે પોતાના વિષે લખેલ પોતાની સાવ નાની-શી “આત્મકથા'માંથી આ સંકેત મળે છે. આ વિષે તેઓ લખે છે : “એ જ્ઞાનાવતાર પદે. શ્રીમદ્ રાજચંદ્રજીની અસીમ કૃપાથી આ દેહધારી નિશ્ચયાત્મકરૂપે એવું જાણી શકેલ છે કે પૂર્વના કેટલાક જન્મોમાં કેવળ પુરુષવેદથી આ આત્માનો એ મહાન પવિત્ર આત્માની સાથે (શ્રીમદ્જી સાથે) વ્યવહારથી નિકટનો સગાઈ સંબંધ અને પરમાર્થથી ધર્મ સંબંધ ઘટિત થયેલ છે. તેમની અસીમકૃપાથી આ આત્મા પૂર્વે અનેકવાર વ્યવહારથી રાજઋધ્ધિઓ અને પરમાર્થથી મહાન તપત્યાગના ફળસ્વરૂપ લબ્ધિ-સિધ્ધિઓ અનુભવી ચૂકેલ છે. ૧૧૨ રાજગાથા
SR No.032320
Book TitleRajgatha
Original Sutra AuthorN/A
AuthorPratap J Tolia
PublisherVardhaman Bharati International Foundation
Publication Year2018
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy