SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ કચ્છથી કર્ણાટકની યુગપ્રધાન ભદ્રબાહુની યોગભૂમિમાં યુગપ્રધાન ભદ્રમુનિ સહજાનંદઘન યુગપ્રધાન યુગપુરુષ શ્રીમદ્ રાજચંદ્રજીના પંથે વિચરેલા જે મહાપુરુષને યુગપ્રધાનપદ-પ્રદાનતિથિ પ્રત્યેક જ્યેષ્ઠ પૂનમે હોય છે. – પ્રા. પ્રતાપકુમાર જ. ટોલિયા, બેંગલોર (શ્રીમદ્ રાજચંદ્રજીની “શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર' રેકર્ડના ગાયક અને સપ્તભાષી આત્મસિધ્ધિ' ગ્રંથના સંપાદક, જેમના દ્વારા લખાયેલું પ્રસ્તુત મહપુરુષનું જીવનચરિત્ર શ્રી સદગાનંદન ગુરુITથા' હાલ જ પ્રકાશિત થયું છે.) ૮૦૦ વર્ષ પૂર્વે થઈ ગયેલા યુગપ્રધાન શ્રી જિનદત્તસૂરિજીએ શ્રી મહાનિશીથી સૂત્રની સાક્ષી આપીને, સ્વરચિત “ઉપદેશકુલકીમાં યુગપ્રધાનોની સંખ્યા આર્ય સુધર્મા સ્વામીથી માંડીને દુષ્પસહ સાધુ પર્યત ૨00૪ની દર્શાવી છે, જે પાંચમા આરાના અંત પર્યંતનો ક્રમ છે.” (– ઉપાસ્યપદે ઉપાદેયતા પૃ. ૨૬ : હિન્દી પૃ. ૩૪-૩૫) યુગપ્રધાન કોણ અને કેમ ? ઉપર્યુક્ત તારણ આપીને સ્વયં શ્રી ભદ્રમુનિજી સમાપનમાં, જેમના શરણે પોતે અનન્યભાવે સમર્પિત થયા છે એવા વર્તમાન યુગપ્રધાન યુગપુરુષ શ્રીમદ્ રાજચંદ્રજીનું યુગપ્રધાનત્વ સિધ્ધ કરતાં અતિ મહત્ત્વની વાત આમ લખે છે : “શ્રીમદ્ રાજચંદ્રજી તે કાળ, તે સમયના યુગપ્રધાન સપુરુષ હતા. એમનામાં તથા પ્રકારની તારકશક્તિ હતી. માટે જ નગારા પર ડંકાની ચોટે (તેમણે) કહ્યું કે “તીર્થકર જે સમજ્યા અને પામ્યા તે આ કાળમાં ન સમજી શકે અથવા ન પામી શકે તેવું કંઈ જ નથી. આ નિર્ણય ઘણાય વખત થયા કરી રાખ્યો છે. જો કે તીર્થકર થવા ઇચ્છા નથી, પરંતુ તીર્થકરે કર્યા પ્રમાણે કરવા ઇચ્છા છે, એટલી બધી ઉન્મત્તતા આવી ગઈ છે. તેને શમાવવાની શક્તિ પણ આવી ગઈ છે, પણ ચાહીને શમાવવાની ઈચ્છા રાખી નથી.” (- “શ્રીમદ્ રાજચંદ્ર’ વચનામૃત પત્રાંક ૧૭૦, શ્રી સોભાગભાઈ ઉપરનો પત્ર ઉંમર વર્ષ ૨૪) કચ્છથી કર્ણાટકની યુગપ્રધાન ભદ્રબાહુની યોગભૂમિમાં યુગપ્રધાન ભદ્રમુનિ ૧૦૯ ૧૦૯
SR No.032320
Book TitleRajgatha
Original Sutra AuthorN/A
AuthorPratap J Tolia
PublisherVardhaman Bharati International Foundation
Publication Year2018
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy