SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ બાળક : “દાદા, દાદા ! મરી જવું એટલે શું?” સ્ત્રી : દાદાને ડર લાગ્યો કે બાળક ક્યાંક ગભરાઈ જશે. એટલે સ્પષ્ટ જવાબ ન આપતાં એમણે કહ્યું – દાદા : (ગંભીર સ્વર) જા જા બેટા, નાસ્તો કરી લે. બાળક : “ના દાદા, મારે નાસ્તો નથી કરવો. તમે મને પહેલાં સમજાવો ને, કે મરી જવું એટલે શું?” સ્ત્રી : આખરે દાદાએ સંક્ષેપમાં સમજાવતાં કહ્યું – દાદા મરી જવું એટલે હવે એ બોલશે-ચાલશે નહીં, ખાશે-પીશે નહીં... એવું બધું. બાળક ? તો હવે એ કરશે શું? દાદા ઃ (થોડી મુંઝવણ સાથે) કંઈ નહીં, બેટા ! એના શરીરમાંથી પ્રાણ નીકળી ગયા, એટલે લોકો એને સ્મશાને લઈ જશે અને ત્યાં એના શરીરને બાળી નાંખશે. સ્ત્રી : પણ બાળક રાજચંદ્રને એ ઉત્તરથી સંતોષ ન થયો. જિજ્ઞાસાવશ એ ચુપચાપ સંતાઈને જ્યાં અમીચંદના શબને લઈ ગયા હતા એ સ્મશાનભૂમિ તરફ ગયો. પુરુષ : સ્મશાન પાસેના તળાવના કિનારે એક બાવળના ઝાડ પર ચઢીને જોયું તો સાચે જ લોકો એ શરીરને બાળી મૂકવાની તૈયારી કરતા હતા. સ્ત્રી : આ જોતાં એ બાળકના કોમળ હૃદયમાંથી એક આહ નીકળી ગઈ. (વાઘધ્વનિ) બાળક : “અરે ! આટલા સુંદર અને ભલા માણસને, આવા પરમહિતૈષીને આ લોકો બાળી રહ્યાં છે? કેટલા નિષ્ફર, કેટલા કૂર છે આ લોકો ! ધિક્કાર છે આ લોકોને !” - સ્ત્રી અંતરમાં અનુભવાતી આ વેદનામાં કેટલીક ક્ષણો વ્યતીત થઈ. અંતરમાં વેદનાની જ્વાળાઓ, બહાર ભસ્મીભૂત થઈ રહેલા શબની અગ્નિજવાળાઓ ! આ બાહ્યાંતર દુખોથી સભર દર્શન બાળકને પોતાના આત્માના ઊંડાણમાં ખેચીને તે લઈ ગયું. અંતઃકરણમાં તત્ત્વસંબંધિત ઊહાપોહ જગાવનારા પ્રશ્ન-મહાપ્રશ્ન ઊઠવા લાગ્યા. બાળક : (અત્યંત ગંભીર સ્વર-પ્રતિધ્વનિ Effect) શ્રીમદ્ રાજચંદ્રજી ૧૦૫
SR No.032320
Book TitleRajgatha
Original Sutra AuthorN/A
AuthorPratap J Tolia
PublisherVardhaman Bharati International Foundation
Publication Year2018
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy