SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ પુરુષ : લખ્યું છે – “તેઓ એક અત્યંત જ્ઞાની અને મહાન ચરિત્રવાળા પુરુષ હતા. “શતાવધાની’ તરીકે પણ તેઓ પ્રસિદ્ધ હતા.. જે વસ્તુએ મને પ્રભાવિત કર્યો હતો તે હું પાછળથી સમજી શક્યો. એ વાત હતી એમનું શાસ્ત્રોનું વિશાળ-અગાધ જ્ઞાન, એમનું નિર્લોક ચારિત્ર્ય અને આત્મા સાક્ષાત્કાર માટેની એમના અંતઃકરણમાં નિરંતર પ્રજવલિત રહેનારી એક લગન - એક જ્વાળા.* સ્ત્રી : અદ્ભુત ! અત્યંત અદ્ભુત !! આવા મહાન ગુણવાળા મહાપુરુષ આ કાળમાં કેટલા હશે? પુરુષ : ખૂબ થોડા. આ જ વાત ગાંધીજીએ એક વાર અમદાવાદમાં શ્રીમદ્જીની જન્મજયંતી પ્રસંગે કહી હતી : હું વર્ષોથી ભારતમાં સાચા ધાર્મિક પુરુષની શોધ કરતો રહ્યો છું, પરંતુ મને આજ સુધી એવા કોઈ મહાપુરુષ મળ્યા નથી, કે જે શ્રીમદ્ રાયચંદભાઈની તોલે આવી શકે.”*2 સ્ત્રી : એ તો ખરેખર આશ્ચર્યજનક વાત છે ! પુરુષ : જી હા, ગાંધીજીએ એમની આત્મકથામાં પણ આ પ્રમાણે જ લખ્યું છે – “આગળ જતાં હું અનેક ધર્માચાર્યોના સંપર્કમાં આવ્યો છું. પ્રત્યેક ધર્મના આચાર્યોને મળવાનો મેં પ્રયત્ન કર્યો છે, પરંતુ જે પ્રભાવ રાયચંદભાઈએ મારા મન પર પાડ્યો છે, એવો પ્રભાવ અન્ય કોઈ પાડી શક્યા નથી. એમનાં અનેક વચન મારા અંતઃકરણમાં સીધા ઉતરી જતાં હતાં. એમની બુદ્ધિ માટે મને ખૂબ આદર હતો અને એટલો જ આદર મને એમની પ્રામાણિકતા માટે પણ હતો.”*3 સ્ત્રી : ગાંધીજીના મન પર શ્રીમદ્ભા આટલા ગહન પ્રભાવનું કારણ શું હતું? પુરુષ : શ્રીમદ્જીના ઉપરોક્ત ગુણ અને વિશેષમાં તેઓનો સર્વધર્મ સમાદર, દયાધર્મ, સત્ય, અહિંસા ઈત્યાદિ. એક વાર ખ્રિસ્તી ધર્મ સ્વીકારવા તત્પર થયેલા બેરિસ્ટર મોહનદાસ ગાંધીને, શ્રીમદ્જીએ સ્વયં જૈન હોવા છતાં, એમના (ગાંધીજીના) પોતાના-હિંદુધર્મમાં સુદઢ કર્યા હતા. સ્ત્રી : એમ ? એવું પણ બન્યું હતું કે ? પુરુષ : હા, ગાંધીજીની આત્મકથા તથા શ્રીમદ્જી સાથેનો એમનો પત્રવ્યવહાર આ ઘટનાના સાક્ષી છે. આચાર્ય વિનોબા ભાવેએ પણ આ પ્રસંગ વિષે લખ્યું હતું – #2 “શ્રીમદ્ રાજચંદ્ર અને ગાંધીજી" * *3 “આત્મકથા” ભા.-૨, પ્ર. ૧, પૃ. ૧૧ર-૧૧૩ “આત્મકથા” ભા.-૨, પ્ર. ૧ ૧૦૨ રાજગાથ
SR No.032320
Book TitleRajgatha
Original Sutra AuthorN/A
AuthorPratap J Tolia
PublisherVardhaman Bharati International Foundation
Publication Year2018
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy