SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ પરંતુ “મૂળ મારગ'ના આ ઊર્ધ્વરોહણના મૂળ માર્ગનું પ્રથમ સોપાન તો ઉપર કહ્યું તેવું, દુર્લભ એવું સપુરુષનું જ્ઞાની પુરુષનું ઓળખાણ. આવું ઓળખાણ થવામાં બાધારૂપ દોષો અને કારણોનું તેઓ આગળ ચાલતાં આમ નિરૂપણ કરે છે અવસ્થાને : જ્ઞાની પુરુષનું ઓળખાણ નહીં થવામાં ઘણું કરીને જીવના ત્રણ મોટા દોષ જાણીએ છીએ. એક તો “હું જાણું છું સમજું છું એવા પ્રકારનું જે માન જીવને રહ્યા કરે છે તે માન. બીજું પરિગ્રહાદિકને વિષે જ્ઞાનીપુરુષ પર રાગ કરતાં પણ વિશેષ રાગ. ત્રી, લોકભયને લીધે, અપકીર્તિભયને લીધે, અને અપમાનભયને લીધે જ્ઞાનીથી વિમુખ રહેવું, તેના પ્રત્યે જેવું વિનયાન્વિત થવું જોઈએ તેવું ન થવું. એ ત્રણ કારણો જીવને જ્ઞાનીથી અજાયો રાખે છે; જ્ઞાનીને વિષે પોતા સમાન કલ્પના રહ્યા કરે છે; પોતાની કલ્પના પ્રમાણે જ્ઞાનીના વિચારનું, શાસ્ત્રનું તોલન કરવામાં આવે છે; થોડું પણ ગ્રંથ સંબંધી વાંચનાદિ જ્ઞાન મળવાથી ઘણા પ્રકારે તે દર્શાવવાની જીવને ઇચ્છા રહ્યા કરે છે. એ વગેરે જે દોષ તે ઉપર જણાવ્યા એવા જે ત્રણ દોષ તેને વિષે સમાયા છે અને એ ત્રણે દોષનું ઉપાદાન કારણ એવો તો એક “સ્વરચ્છેદ' નામનો મહાદોષ છે, અને તેનું નિમિત્તકારણ અસત્સંગ છે.” (પત્રાંક ૪૧૬) “સ્વચ્છંદ, મત આગ્રહ તજી, વર્તે સદ્ગુરુ લક્ષ; સમક્તિ તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ.” (શ્રી આત્મસિધ્ધિશાસ્ત્ર ૧૭) સર્વ સ્વરછંદ મતાગ્રહ તજીને, આ પ્રત્યક્ષ સજીવનમૂર્તિ પરમ પુરુષ પ્રભુ સદ્ગુરુને સમગ્રરૂપે ઓળખીને, ઉપર્યુક્ત કારણો-દોષોથી રહિત થઈને, નિર્વિકલા વિશ્વાસપૂર્વક નિર્માનતાથી સર્વસ્વ અર્પીને સમર્પિત થયેલા સુભાગ્યશાળી પુરુષોના પારખુઓની અંતર્દષ્ટિ અને અંતર્દશા કેવી સમુન્નત હશે ? “આ પ્રત્યક્ષ સદ્ગુરુના ઉપકારને પરોક્ષ જિન ઉપકારથી વિશેષ” સમજીને ધન્યભાગી થઈ ગયા શ્રી સોભાગભાઈ, પ્રભુશ્રી લઘુરાજજી આદિ સાત મુનિઓ ! શ્રી અંબાલાલભાઈ, શ્રી જુઠાભાઈ, શ્રી મોતીલાલ, શ્રી મનસુખભાઈ, શ્રી ધારશીભાઈ, શ્રી રેવાશંકર, પ્રાણજીવનદાસ અને મહાત્મા ગાંધીજી, શ્રી પોપટભાઈ, શ્રી સોમાબાપા, શ્રી પુજાભાઈ, ઈ. તો આ પ્રત્યક્ષદર્શી સમર્પિત પારખુ સપુરુષોની જેમ જ શ્રીમદ્જીના જીવનકાળ પછીના પરવર્તી સમયના પરોક્ષદર્શી સમર્પિત પ્રયોગવીર સમર્પિતો જે થયા તેમાંના થોડા હતા સર્વશ્રી બ્રહ્મચારીજી, યોગીન્દ્ર શ્રી સહજાનંદઘનજી-ભદ્રમુનિજી, ડો. ભગવાનદાસજી, પ્રજ્ઞાચક્ષુ પં. સુખલાલજી, પં. બેચરદાસજી, શ્રી કાનજીસ્વામી, VII
SR No.032320
Book TitleRajgatha
Original Sutra AuthorN/A
AuthorPratap J Tolia
PublisherVardhaman Bharati International Foundation
Publication Year2018
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy