SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦. શ્રી શીતલનાથ સ્વામી પ્રભુને અંતરમાં સમાવ્યા પછી તેમનાથી કશું છાનું રખાય નહીં, રાખવાનું હોય નહીં એ ભાવ અહીં પ્રગકર્યો છે. અપ્રતિમ જ્ઞાની પ્રભુ પાસે 'ભક્ત શરણાગત બને છે. ૧૧. શ્રીશ્રેયાંસનાથ સ્વામી પ્રભુની પાસે વિના વિલંબે સેવાફળની યાચના કર્યા પછી, પ્રભુ સાથે અપ્રતિમ પ્રેમ, ખરી મિત્રતા હોય તો જ સેવાફળ મળે તેથી ભક્ત પોતાના અપ્રતિમ પ્રભુપ્રેમની પ્રતીતિ અહીં કરાવે છે. ૧૨. શ્રીવાસુપૂજ્ય સ્વામી પ્રભુને ભક્તિરૂપ કામણ વડે આકર્ષીને મળવાનું જણાવ્યા પછી તે જ હકીક્તની પુષ્ટિ માટે આ સ્તવનમાં ભક્ત પ્રભુનું કામણ કરવાની પોતાની ઇચ્છા વ્યક્ત કરે છે. ૧૩. શ્રીવિમલનાથ સ્વામી પ્રભુ સાથે ભેદનો છેદ કરી તેમની સાથે એકરૂપે મળી જવાનું જણાવ્યા પછી પ્રભુસેવાનો અવસર ભક્ત ન ચૂકે તે માટે પ્રભુને પ્રાર્થના કરી છે કે આત્માને તેઓ હિતશિક્ષા આપે. જેમને નિર્મળ જ્ઞાનાદિક વર્તે છે અને જે કર્મમળથી રહિત થઈ નિર્મળ થયા છે તે પ્રભુ પ્રાર્થના સ્વીકારે જ. ૧૪. શ્રીઅનંતનાથ સ્વામી સમ્યત્વ પ્રાપ્ત થવાથી મન ખોલીને પ્રભુની સાથે વાત કરવા પૂર્વે તેમની અભંગ રંગવાળી મિત્રતા કરવી જોઈએ, એ ભાવ આ સ્તવનમાં પ્રગટ કર્યો છે. ૧૫. શ્રીધર્મનાથ સ્વામી પ્રેમનો નિર્વાહ કરવાની ચિન્તા ઉત્પન્ન થતાં તે અંગે પ્રાર્થના. ૧૬. શ્રી શાન્તિનાથ સ્વામી હદયમાં પ્રેમનું આકર્ષણ જાગે, જામે તે પછી તેની તૃપ્તિ જ થતી નથી અને સંસારમાં બધું જ અસાર જણાય છે. મિથ્યાત્વભાવ દૂર થાય, જીવને ચતુર્થ ગુણસ્થાનક પ્રાપ્ત થાય, સતત પ્રભુનું ચિન્તન થયા કરે અને તે મોક્ષ તરફ દોરી જાય એ જ પ્રાર્થના. ૧૭. શ્રી કુંથુનાથ સ્વામી ( શોભારતી m 3 )
SR No.032290
Book TitleYasho Bharti
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherChandroday Charitable Religious Trust
Publication Year1992
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy