SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ પંડિત ખાણ સમી એ કાશી નગરીમાં આવ્યો વાદી, ગલીએ ગલીએ ફરતો તો પણ કોઈ નહીં ત્યાં પ્રતિવાદી, એવા વાદી વાદમાં જીતી પામ્યા આપ રૂડું સન્માન, વન્દન કરીએ ત્રિવિધે તમને દેજો અમને સાચું જ્ઞાન ......૩. વિક્રમ સંવત સત્તર બાવીસ ચોમાસામાં સૂર્યપુરે, મંગલસુત શા રૂપચંદને વિધિપૂર્વક ઉલ્લાસ પૂરે, આપે ત્યારે શ્રવણ કરાવ્યાં અંગ અગિયારે થઈ સાવધાન, વિંદન કરીએ ત્રિવિધે તમને દેજો અમને સાચું જ્ઞાન સૂક્ષ્મ કુશાગ્ર મતિથી ગૂંથ્યા ન્યાયનાં ગ્રંથોનાં ઉકલે, નય નિક્ષેપને સ્યાદ્વાદના રહસ્યનો ના પાર મળે, હું તો એ સૌ જોઈ સાંભળી પ્રેમે લળી લળી કરું પ્રણામ, વંદન કરીએ ત્રિવિધે તમને, દેજો અમને સાચું જ્ઞાન ......... રોમરોમમાં શાસનપ્રીતિ આત્મરતિ સાધી અભિરામ, પ્રભુની આણા શિરે વહીને કીધું રૂડું નિજ કલ્યાણ, અમ અજ્ઞાનને જડતા હરવા આપ છો સાચા અભિનવભાણ, વંદન કરીએ ત્રિવિધે તમને દેજો અમને સાચું જ્ઞાન ભવ વૈરાગી ગુરુ ગુણરાગી પૂર્ણ ભક્ત પ્રભુ શાસનનાં, ગીતારથ સોભાગી સજ્જન પારંગત કૃત સાગરનાં, કેવળી ભાષિત માર્ગના જ્ઞાતા સદા અમારી સાથે રહો, જુગ જુગ જીવો, જય જય પામો, ઉપાધ્યાયજી અમર રહો!
SR No.032290
Book TitleYasho Bharti
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherChandroday Charitable Religious Trust
Publication Year1992
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy