SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ પશ્ર્ચિય પુસ્તિકા પ્રવૃત્તિ આ શેર સાંભળતાં એમ લાગ્યું કે ફિશક જિંદગી કરતાં માતને વધુ પ્રાધાન્ય આપે છે, આથી મહેફિલના રંગમાં ોશભર્યા અવાજે અલી સરદાર જાફરીએ કહ્યું, “ફિરાક સાહખ ! ગુસ્તાખી માફ કરના. હમે આપશેર સુનાઈ ચે, બકવાસ નહીં.” ફિરાક કંઈ ગુસ્તાખી માફ્ કરે ખરા! એમણે તરત જ વળતા પ્રત્યુત્તર આપ્યા, મૈં તે શેર હી સુનાતા હું. બકવાસ તા આપ કરતે હૈં. ,, આટલું કહીને ફિરાક ગારખપુરીએ શેર-શાયરીને બદલે આખીય મહેફિલને જિંદગી અને મેાત વિશેની તાત્ત્વિક વિચારણા એવી છટાદાર ખાનીમાં કહી કે મહેફિલ શાયરીને બદલે ફિરાકના ચિંતનના રંગે રંગાઈ ગઈ ! આ પ્રસંગ ક્રિકના વ્યક્તિત્વના સૂચક છે. ફિરાક આળા સ્વભાવના હતા. પેાતાની ટીકા સહી શકતા નહીં. પણ જ્યારે તે ખીજાની ટીકા કરતા ત્યારે એમનામાં ક્વચિત્ કટુતા પણ આવી જતી. આમ છતાં અડધી સદી સુધી પાતાના સર્જનકાર્યેથી ફિરાક ગારખપુરીએ ઉર્દૂ કવિતાને એવી ઉત્કટ સંવેદનાથી સજાવી છે કે ઉર્દૂ સાહિત્યની તવારીખમાં એ અનેાખી છાપ મૂકી ગઈ છે. ફિરાકના જન્મ ઈ. સ. ૧૮૯૬ની ૨૮મી ઔગસ્ત્ય ઉત્તર પ્રદેશના ગેરખપુરના શ્રીવાસ્તવ કાયસ્થ પરિવારમાં થયા હતા. શ્રીવાસ્તવ કાયસ્થ જ્ઞાતિ છેલ્લાં સાડા ચારસા
SR No.032286
Book TitleFirak Gorakhpuri
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherParichay Trust
Publication Year1984
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy