SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ४१ રહ્યું છે. તમારી કલા જેટલે અંશે સાધારણ માણસના કામમાં આવશે, તેટલે જ અંશે તે શુભ કહેવાશે; જેટલે અંશે તે કામમાં નહિ આવે, તેટલે અંશે તે અશુભ કહેવાશે.” (“તીર્થસલિલ'માંથી) “અંતર અને બાહ્ય એ બે ભેદ હું પાડું છું. અને બેમાંથી કયા ઉપર તમે વધારે ભાર મુકો તે જ પ્રશ્ન છે. મને તો બાહ્યથી અંતરને વિકાસ ન થાય ત્યાં સુધી બાહ્યની કશી કિંમત નથી. કળામાત્ર અંતરના વિકાસનો આવિર્ભાવ છે. માણસના આત્માનો જેટલો આવિર્ભાવ બાહ્ય રૂપમાં હોય તેટલી તેની કિંમત.” [ પ્રશ્ન – “ ત્યારે તો બાપુ, ઉત્તમ કળાકારો પણ એમ જ કહે છે કે, કળા એટલે આત્મિક મંથનને પરિણામે શબ્દ, રૂપ, રંગ ઇત્યાદિ નીપજતી વસ્તુ.”] “હા, એ વ્યાખ્યા ખરી. પણ ઘણા કહેવાતા કલાકારોમાં તો એ આત્મમંથનનો અંશે હોતો નથી. તેની કૃતિને શી રીતે કળા કહીશું?” આપના ધ્યાનમાં કોઈ દાખલો છે ખરો?” “હા, ઑસ્કર વાઇલ્ડ. એ જ્યારે ઇંગ્લેંડમાં જગતની બત્રીશીએ ચડેલો હતો, ત્યારે હું ત્યાં જ હતો.” અધીરાઈથી રામચંદ્રને પૂછયું, “પણ ઑસ્કર વાઇલ્ડની તે આજના મહા કલાકારોમાં ગણના થાય છે !” એ જ મારી મુશ્કેલી છે. ત્યાં જ હું કળાના સામાન્ય ખ્યાલથી જુદો પડું છું. વાઇલ્ડ બહારના રૂપ અને આકૃતિમાં જ કળા જોઈ, અને અનીતિને રળિયામણી કરી દેખાડી. અનીતિ પણ રળિયામણી દેખાય તો તે કળા ! કળામાં નીતિ શી? નીતિને અર્થે નહિ, પણ કળાને અર્થે કળા, એ મારી સમજની બહાર છે. જે કળા આત્મદર્શન કરતાં ન શીખવે તે કળા જ નહિ. અને મને તો આત્મદર્શનને માટે, કહેવાતી કળાની વસ્તુઓ વિના ચાલી શકે છે. અને તેથી જ મારી આસપાસ તમે બહુ કળાની કૃતિઓ ન જુઓ તોપણ, મારા જીવનમાં કળા ભરેલી
SR No.032278
Book TitleKala Etle Shu
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherParivar Prakashan Sahkari Mandir
Publication Year1966
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy