SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ અને કામવાસનાને પંપાળતી મજા માણ્યા કરે છે. આવા ચકરાવામાં પડી જઈને જ કલાવિજ્ઞાન સૌંદર્યની આસપાસ આજ સુધી અટવાયા કર્યું છે. તેથી ખરી કલા લોપાઈ છે, અને એનાં કપરિણામ ચોખ્ખાં છે. (તે અંગે જુઓ V૦ ૧૭ મું, પૃ ૧૬૪ ઇ.) એમાંથી આપણે ઊગરવું જોઈએ. ખરું જુઓ તો, કલાના સૌંદર્યવાદની ભીતિ જ એ છે કે, તેને નામે નર્યો ઇંદ્રિયસુખવાદ કલામાં ખપી શકે છે; એથી જ કલાખાતર-કલો જેવો વિચિત્ર ને ન સમજાય એવો વાદ જાગી શક્યો છે. તેથી જ “કલા અને નીતિધર્મ' જેવી બિનજરૂરી ચર્ચા ઊભી થવા પામે છે. વાચક જોશે કે, જેમ સૌંદર્ય તેમ જ નીતિધર્મ કે નૈતિકતાનો ખ્યાલ પણ, ટૉલ્સ્ટૉય (જુઓ પા. ૧૦૩) પોતાની કલાની સમજ આપવા માટે, વચ્ચે લાવતા નથી. ખરી કલાની તેમની કસોટી એમ કહે છે કે, જેમાં ચેપશક્તિ છે એવી પ્રામાણિક જાતઅનુભવની લાગણી વ્યંજન એ કલાકૃતિ છે. તે ખોટી લાગણી અંગે પણ બની શકે. તેથી તેમણે મધ્યયુગની દેવળધર્મી કલાને કલા તો કહી જ છે. મતલબ કહેવાની એ છે કે, ટૉલ્સ્ટૉયની કલાની સમજને નીતિની માગણી જોડે ગૂંચવવી ન જોઈએ. તેના દર્શનની ખૂબી એ છે કે, તેમાં આવા બધા પ્રશ્નો તો ગૌણ બની જાય છે અને આપોઆપ ઉપ-પરિણામો તરીકે આવી જાય છે. અર્વાચીન યુરેપ અને ધર્મ સૌદર્ય વિષે જો આમ હોય તો પ્રશ્ન થાય છે કે, તો શું યુરોપની કલામીમાંસા સૌંદર્યનો ભાવ લઈને નકામી આથડયા કરી એમ માનવું? એણે એ દિશા કેમ લીધી? ટૉસ્ટોયને પણ આ પ્રશ્ન થાય ૧. આની ચર્ચા અંગે અંગ્રેજીમાં કોસના “એસ્થેટિક' ગ્રંથનું પ્ર. ૧૧, પા. ૮૧... જોવા જેવું છે. ૨. આ બાબતમાંય ભૂલ થાય છે. તેનો દાખલ ક્રોસ અને સિંકલેર જેવા વિવેચકે છે. ટોસ્ટેચનું મંતવ્ય કહેતાં ક્રોસ કહે છે, “દરેક માનવકલા નીતિમત્તાની વૃદ્ધિ અને હિંસાનું શમન કરવાના વલણવાળી હોવી જોઈએ.”
SR No.032278
Book TitleKala Etle Shu
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherParivar Prakashan Sahkari Mandir
Publication Year1966
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy