SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ३० કલાને હેતુ સૌંદ છે; અને સૌદર્યાંની પારખ એ કે, તે મા કે આનંદ આપે; અને ક્લાને! આનંદ સારીઅને મહત્ત્વની વસ્તુ છે, કારણ કે તે આનંદ છે. ટૂંકમાં મા કે આનંદ સારી વસ્તુ છે, કારણ કે તે મજા છે!” (૩૦) "C — સેંકડો વરસાથી ચાલેલા સૌંદર્યમીમાંસાના પ્રયત્નને આમ પતવવા એ જરૂર કડક લાગે છે; — એમને પેાતાનેય લાગે છે. પરંતુ ટૉલ્સ્ટૉયની એ પ્રતીતિ એવી પ્રામાણિક છે ને એવી દલીલબદ્ધ રીતે તેને તે રજૂ કરે છે કે, વાચકની બુદ્ધિમાં એને ઉતારવામાં તે સફળ થાય છે. અહીં એક સાવધાની આપવાની જરૂર છે. સૌંદર્ય અંગેની આ મીમાંસા ઉપરથી એમ નથી સમજવાનું કે, ટૉલ્સ્ટૉય સૌંદર્યને કોઈ રીતે ગણતા જ નથી. * તે આથી આટલું જ કહેવા માગે છે કે, સૌંદર્યના ખ્યાલ કલાની વસ્તુ સમજાવવામાં નિષ્ફળ નીવડે છે; એ દ્વારા વિચારતાં આપણને કળા સમજાતી નથી. અને એમ આખી લામીમાંસાની પૂર્વપરંપરાને આટોપી લઈ તે પેાતાની સ્વતંત્ર સમજ આપે છે, જે આપણે ઉપર જોઈ. એ સમજમાં સૌંદર્યના ખ્યાલને કે રુચિને વચ્ચે આણવાની સૌંદર્ય કે રૂપ ચા આકારનું સારાપણું જરૂર એક વસ્તુ છે. કલાની શૈલીને એ મેટા ગુણ છે; પણ તે કલા નથી. અને ટૉલ્સ્ટૉયના નિરૂપણમાં એને સ્થાન છે. મોડ આ વિષે નીચે પ્રમાણે કહે છે, તે ટૂંકમાં તેની સ્પષ્ટતા આપે છે (૧૧૨): 6 “ સૌંદર્યાં, એટલે કે, · જે આપણને મા કે આનંદ આપે' તે જોકે રુચિ પર આધાર રાખે છે, એટલે કલાની કસોટી પૂરી પાડી ન શકે; છતાં તે કલાકૃતિનું ( — એવી કૃતિનું કે જે કીર્તિના લેાભે નહિ, પણ કુદરતી અને તંદુરસ્ત જીવન જીવતાં મનુષ્ય પેાતામાં જે સર્વોચ્ચ આધ્યાત્મિક બળને સંચાર થાય,' તેને વધારેમાં વધારે લેાકેા જોડ આપ-લે કરવા ઇચ્છે તે કારણે નિર્માણ થતી કલાકૃતિનું —) સૌ દ એ તેા કુદરતી રીતે આપે આપ લક્ષણ મનશે. પેાતે સામા જોડે માણવાને માટે જે લાગણીઓ વહન કરશે, તે એવી રીતે કરશે કે જેથી પેાતાને આનંદ થાય; એટલે તેના ભાગીદાર થનાર સામા માણસને પણ તે આનંદ આપશે. ' ,,
SR No.032278
Book TitleKala Etle Shu
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherParivar Prakashan Sahkari Mandir
Publication Year1966
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy