SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ પુરવણી વૌટ ઈઝ ટૂથ? ” [“સત્ય !-એટલે શું?”] એન. એન. ગે નામે એક ચિત્રકારના ચિત્રનું આ નામ છે. તે બાઇબલની એક કથાના શબ્દો પરથી છે. આ કથા આમ છે – પેલેસ્ટાઈનના રોમન ગવર્નર પાઈલેટ પાસે ઈશુ ખ્રિસ્તને પકડીને રજૂ કરવામાં આવ્યા. પાઇલેટ જોડે સંવાદ થયો, તેમાં ઈશુએ એવું કહ્યું કે, “હું તો સત્યનો બંદો છું; પ્રભુ એના રાહે દોરે તેમ વર્તુ છું.” આથી પાઇલેટે જવાબમાં કહ્યું–“સત્ય એટલે શું?- સત્ય વળી શું?’ એમ પૂછવામાં એની મતલબ યા તેના પ્રશ્નને ભાવ એ હતો કે, “સત્ય તે કોણે જાણ્યું ! જે જેમ માને તેમ ખરું. સત્ય તો સાપેક્ષ વસ્તુ છે.” આ પ્રશ્નના જવાબમાં ઈશુ ખ્રિસ્ત મૌન સેવીને ઊભા રહ્યા. પાઇલેટને જવાબની ગરજ પણ નહોતી; તે તો “વોટ ઇઝ ટૂથ?” –એમ ટૂંકું વદીને બહાર નગરજનોનાં ટોળાં વળ્યાં હતાં ત્યાં ચાલ્યો ગયો. ચિત્રકાર ગેએ આ પ્રસંગ આલેખતું ચિત્ર ઈ. સ. ૧૮૯૦માં ટેસ્ટયના ગામ યાર્નયા-પોલિયાનામાં, તેમના જ ખંડમાં બેસીને દોર્યું હતું. તે પછી એ પિટર્સબર્ગના ચિત્રકલા પ્રદર્શનમાં મુકાયું; પરંતુ સરકારે તેના પર પ્રતિબંધ મૂકીને બંધ કરાવ્યું. ગેએ ચિત્રની નકલ ટેસ્ટયને આપી હતી. તે જોઈને તેમણે ગેને લખ્યું, “તમારા ચિત્રનું જ ચિંતન ચાલે છે. પ્રદર્શનમાં મૂકો છે, તે કેવુંક લોકને ગમે છે, તે જાણવા આતુર છું. તેમાં મને ચિંતા પાઈલેટના હાથ વિષે છે, – કે જેમાં કાંઈક ભૂલ તો નથી થઈ? તેથી ૨૦૫
SR No.032278
Book TitleKala Etle Shu
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherParivar Prakashan Sahkari Mandir
Publication Year1966
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy